Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભાણવડના ગડુ ગામે ભાભીને જીવતી સળગાવી હત્યા કરવા અંગે પકડાયેલ દિયરને આજીવન કેદ ફટકારતી કોર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૫ : ભાણવડ તાલુકાના ગડુ ગામની સીમમાં ભાભીને જીવતી સળગાવનાર આરોપીને આજીવન કેદની સજા ખંભાળીયાની સેસન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટૂંકમાં હકીકત મુજબ ભાણવડ તાલુકાનાં ગડુ ગામની સીમમાં રહેતા નીમુબેન હેંમતભાઇ લાખાભાઇ  ભેંટારીયા તેમના પતિ હેંમતભાઇ, સાસુ હિરાબેન તથા સસરા લાખાભાઇ ભેંટારીયા તથા દિયર ગોવા લાખાભાઇ ભેંટારીયા સાથે સંયુકત કુંટુંબમાં રહેતા હતા નિમુબેનના પતિ ટ્રક ડ્રાઇવીંગ કરતા હતા અને લગ્ન ગાળો આસરે ચાર વર્ષ થયેલ હતો.

ગત તારીખ : ૭/૪/૨૦૧૬ના રોજ ફરીયાદ નીમુબેન હેંમતભાઇ ભેંટારીયાના પતિ ટ્રક ડ્રાઇવીંગ કરવા ચાલ્યા ગયેલ ત્યારબાદ સવારના છ એક વાગ્યે આરોપીઓ દિયર ગોવા લાખા, સાસુ હીરાબેન લાખા, સસરા લાખા સામત ભેટારીયાએ ઝઘડો કરેલ અને તુ કાંઇ કામ કરતી નથી અને હવે તું જોતી જ નથી અને રાખવી નથી એમ કહી ઝઘડો કરેલ અને દિયર ગોવા લાખા ખુબ જ ઉશ્કેરાઇ   ગયેલ અને મકાનમાં રસોડામાં પડેલ કેરોસીનનું ડબલું લાવી કેરોસીન છાંટી આજ તો તને સળગાવી દેવી છે તેમ કહી દિવાસળી ચાંપી સળગાવેલ અને સળગતા પાણીની કૂંડીમાં ઠરવા માટે પડેલ અને બાદ મોટા સાસુ ડાઇબેન અને કાકીજી સાસુ મણીબેને બહાર કાઢેલ ત્યારબાદ પ્રથમ ભાણવડ અને વધુ સારવારમાં જામનગર દવાખાને લઈ ગયેલ ત્યાં સટી બી. ડીવી, જામનગરના પી.એસ.આઈ, રૂબરૂ ફરીયાદ આપેલ અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ભાણવડ પો.સ્ટે,  ઈ.પી.કો.કલમ - ૩૦૭, ૪૯૮(એ) મુજબ ગુન્હો દાખલ કરેલ અને તપાસ દરમ્યાન એકઝી.મેજી. મારફત નીમુબેનનું ડી.ડી. લેવામાં આવેલ.

 ત્યારબાદ સારવાર દરમ્યાન ફરીયાદી નીમુબેનનું અવસાન થયેલ અને ત્યારબાદ આઈ.પી.સી.કલમ - ૩૦૨નો ઉમેરો કરવામાં આવેલ અને આ કામે તપાસ કરી ત્રણેય આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવેલ અને દેવભુમિ દ્વારકા જિલ્લાની સેસન્સ અદાલત ખંભાળીયા મુકામેથી રજીસ્ટર થઈ કેસ ચાલવા પર આવેલ અને આ કામે ૨૩ સાક્ષીઓને તપાસવામાં આવેલ અને કામે ફરીયાદીની ફરીયાદ લેનાર રૂબરૂની ફરીયાદ તથા મામલતદાર રૂબરૂનું મરણજનારનું ડી.ડી. તથા તેમની જુબાની થયેલ તથા આ કામે ફરીયાદીના ભાઈ અને પિતાએ પ્રોસીકયશનને મદદ કરેલ નહીં અને હોસ્ટાઈલ થયેલ પરંતુ ફરીયાદીની ફરીયાદ લેનાર પીેએસેઆઇની જુબાની ડી.ડી. લેનાર એકજની જુબાની તથા ડોકટરશ્રીઓની જુબાનીઓ, પૃથ્થકરણ અહેવાલ વિગેરે દસ્તાવેજી પુરાવાઓને સાંકળતી મુખ્ય જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડાની દલીલો ધ્યાને લઈ સેસન્સ જજ એમ.એ.કડીવાલાએ દિયર ગોવા લાખા ભેટારીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને ફૂ. ૨૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા ફરમાવેલ હતી.

(12:11 pm IST)
  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST

  • રામનાથ કોવિંદ આજે સાંજે દેશને સંબોધન કરશે : ૭૨માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને સંબોધન કરશે. આજે સાંજે ૭ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને સંબોધન કરશે. access_time 11:07 am IST