Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગોંડલના રાજવી પેલેસમાં ફરીવાર લાઈટ કેમેરા એકશનના અવાજો ગુંજી ઉઠયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૫: કોરોના કાળ અને lockdowઁ માં જાણે સમગ્ર દુનિયા થંભી ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું bollywood હોલીવુડ અને dhollywood એના માનિતા ગોંડલના રાજવી પરિવારના રિવરસાઇડ પેલેસ નવલખા બંગલા તેમજ ઓર્ચાર્ડ પેલેસમાં સલમાન ખાન એશ્વર્યા રાય અજય દેવગન મિથુન ચક્રવર્તી આયુષ્યમાન ખુરાના સોનાક્ષી સિંહા સહિતના દિગ્ગજ કલાકારો શૂટિંગ માટે આવી ચૂકયા છે પરંતુ કોરોના કાળમાં રાજવી પરિવાર દ્વારા જ પ્રવાસીઓ માટે પેલેસની મુલાકાત બંધ કરી દેવામાં આવી હતી પરંતુ જયારે દેશ ્યઁશ્રંણૂત્ત્ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આજે અહીંના રિવર સાઇડ પેલેસમાં ગુજરાતી આલ્બમના કલાકારો અંશુલ ત્રિવેદી - પૂજા જોશી, ડાયરેકટર ધ્વનિ ગૌતમ, સિંગર ગીતા રબારી, મ્યુઝિક સુર સાગર એન્ડ ઈલ્યુશન પ્રોડકશન, અને મ્યુઝિક ડિરેકટર રાહુલ મુંજરીયા સહિત ના લોકો આવી પોહચ્યાં છે અને આ ગુજરાતી ગીત નું શૂટિંગ ગોંડલ ના રિવર સાઈડ પેલેસ - આશાપુરા દ્યાટ - હેવન રિસોર્ટ - નાની બજાર અને મોટી બજાર માં શૂટ થશે.

ગુજરાતી આલ્બમ ના કલાકારો અંશુલ ત્રીવેદી જે કેસરિયા મુવી, રામ લીલા માં રણવીર સિંહ ના મિત્ર ના રોલ માં, સસૂરાલ સીમરકા, ઝાંસી કી રાની, રમૈયા વસ્તવૈયા અને અનેક સિરિયલો અને પિકચર્સ માં રોલ ભજવેલા છે અને પૂજા જોષી જે હિન્દી સિરિયલ કાલ ભૈરવ રહસ્ય, ઈન્ટરનેટ વાલા લવ, આ ફેમિલી કોમેડી (ગુજરાતી સિરિયલ), કુમ કુમ ના પગલાં પાડ્યાં જેવી અનેક સિરિયલો અને પિકચર્સ માં રોલ ભજવયા છે અને મ્યુઝિક ડિરેકટર રાહુલ મુંજરીયા હિન્દી અને ગુજરાતી ના ૧૧૦ જેટલા ફિલ્મો કરેલા છે ગુજરાતના top 3માં ના એક આ મ્યુઝિક ડિરેકટર છે.

આ સાથે જ ગોંડલમાં ફરી પાછા લાઈટ, કેમેરા એકશન ના અવાજો ગુંજતા થયા અને તેને નિહાળવા ફરી લોકો ઉમટયા હતા.

(12:10 pm IST)