Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઓખામાં વિશ્વ બાળકી દિવસની ઉજવણી

મીઠાપુર તા. રપ : દેવભૂમિ દ્વારા જીલ્લા સૌથી છેલ્લા ગામ ઓખા ખાતે ર૪ મી જાન્યુઆરીના રોજ વિશ્વ બાળકી દિવસની નારીશકિત મહિલા મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં નારીશકિત મહિલા મંડળના પ્રમુખ મરિયમબેન બનવા ઉર્ફે ઉષાબેન, ઉપપ્રમુખ બબીબેન, શિક્ષણ ક્ષેત્રે હમેશા અગ્રેસર રહેતા શિક્ષિકા પુજાબેન દવે, ભુમીબેન અઢીયાર, મીતાલીબેન પંચમતિયા, માધવીબેન સુરજ, રુકસારબેન સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાળકીઓને સમાજમાંં બાળકીના જન્મ સામે અણગમાના દુષણને ડામવા, કન્યાભ્રુણ હત્યાઓ અટકાવવા, બાળલગ્ન રોકવા, બાળકીની સુરક્ષા મજબુત બનાવવા તથા બાળકીઓના વિકાસને કેવી રીતે વધુને વધુ દ્રઢ કરવો તે બાબતે બાળકીઓને વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(12:07 pm IST)