Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પોરબંદર ભાજપ કાર્યકર્તાઓ સાથે સંવાદ

 પોરબંદર : ભાજપ દ્વારા પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનંુ મંગલદીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા પૂર્વ કેબીનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતુ કે, પેજ કમિટીના અમોઘશસ્ત્રનો સ્થાનિક ચુંટણીમાં ઉપયોગ કરવા અને સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને અપાવવા કાર્યકર્તાઓને કરેલ.જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાએ જણાવ્યુ હતુ કે, મહિલા સશકિતકરણ અંતર્ગત રાજય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી અને યોજનાઓ છે તે પૈકી સુકન્યા સમૃધ્ધિ યોજના પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં દિકરીઓનો એકાઉન્ટ ખોલી આપવાનુ મહાભગીરથ કાર્ય થયુ છે. ભાજપના ચુંટણી ઇન્ચાર્જ શૈલેષભાઇ જોશીએ સ્થાનિક ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ મજબુત ટીમ બનાવવા આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેમ જણાવી પેજ કમિટીની ભૂમિકાની વિસ્તૃત છણાવટ કરી હતી. કાર્યક્રમમાં ન.પા.ના પુર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, ભાજપ મહામંત્રી અશોકભાઇ મોઢા, મહેન્દ્રભાઇ ચાવડા, નાથુભાઇ ઠકરાર, પૂર્વ કાઉન્સીલો શ્રીમતી ગીતાબેન કાણકીયા, સરોજબેન કકકડ, રવિભાઇ ભટ્ટ તેમજ મોહનભાઇ વાઢેર, કાંતીભાઇ કાણકીયા, નાગાભાઇ ચૌહાણ, માલદેભાઇ ચૌહાણ, કાંતીભાઇ ઘેડીયા, મહેન્દ્રસિંહ બાપુ, કમલેશભાઇ થાનકી, દુર્ગાબેન ચુડાસમા, જયંતીભાઇ રાઠોડ, ભરતબાપુ, મોહનભાઇ મોઢવાણીયા સહિત સરકારની ગાઇડ લાઇન જાળવીને લક્ષ્મીનગર હાઉસીંગ સોસાયટી વી.બી.બજાર દરજી સોસાયટીના નાગરીકો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમમાં દિપ પ્રાગટય કરવામાં આવ્યું તે તસ્વીર.

(10:44 am IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • મહારાષ્ટ્રના ૨ ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન: લિજ્જત પાપડના જશવંતીબેન પોપટ અને રજનીકાંત શ્રોફને પદ્મશ્રી એવોર્ડ જાહેર: લિજ્જત પાપડ શરૂ કરનાર સાત મહિલાઓ પૈકીના રઘુવંશી જશવંતીબેન જમનાદાસ પોપટ અને યુનાઈટેડ ફોસ્ફરસના રજનીકાંત દેવીદાસ શ્રોફને કેન્દ્ર સરકારે આજે પદ્મશ્રી એવોર્ડ અપાયાની જાહેરાત કરી છે access_time 1:03 am IST