Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઓખા રઘુવંશી લોહાણા મહાજન આયોજીત ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધા યોજાય

ઓખા તા.૨૫ : સમસ્ત લોહાણા પરિવારના આરાધ્ય દેવ શહિદ વીરદાદા જશરાજના નિર્વાણદિન નિમિતે ઓખા રઘુવંશી બાળકો અને યુવાનો માટે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન ઓખા લોહાણા મહાજન દ્વારા મહિલા મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ. પ્રથમદાદા જશરાજને સર્વે રઘુવંશીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઓખાના રઘુવંશી બાળકોએ દેવશહિદ વીરદાદા જશરાજના નિર્વાણ દિન વિષય પર ખુબ જ સરસ ઓનલાઇન વકતવ્ય આપ્યુ હતુ.

રાહી ધોકાઇ, દતાણી પાર્થ, જય પંચમતીયા, ભાયાણી મોક્ષા, અરીન ધોકાઇ તથા શ્રીબેન રાડીયાએ ખૂબ જ સરસ વકતવ્ય આપીી સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા. ભાગ લેતા દરેક બાળકોને મહાજન પુર્વ પ્રમુખ સ્વ.મનસુખભાઇ બારાઇ પરિવાર, પ્રમુખ મોહનભાઇ બારાઇ તથા રાજકોટના પરેશભાઇ જીવરાજાણી તરફથી દરેકને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. અહી ઓખા ન.પા. હાઇસ્કુલના ટીચર અને રઘુવંશી મહિલા યુવા અગ્રણી ચાંદનીબેન કોટેચાનુ સન્માન રઘુવંશી મહિલા મંડળ તરફથી કરાયુ હતુ. આ પ્રસંગે મહિલા મંડળ પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા, મહાજન ઉપપ્રમુખ મનસુખભાઇ થોભાણી, અનુપમભાઇ બારાઇ, પ્રવિણભાઇ ગોકાણી, નીલેશભાઇ પંચમતીયા, કેતનભાઇ સુતરીયા, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ હિનાબેન બારાઇ, મીનાબેન ધોકાઇ, સુપ્રિયાબેન ચંદારાણા વગેરે અગ્રણીઓ હાજર રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ચાંદનીબેન કોટેચાએ જહેમત ઉઠાવી હતી.

(10:43 am IST)