Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભાવનગરમાં યુવાનની કરપીણ હત્યા યુવાનની હત્યા

ફૂલસર વિસ્તારમાં જકાતનાકા પાસે મયુર મકવાણા નામના યુવાન ઉપર છરી ના હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા

ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં જકાતનાકા પાસે એક  યુવાનની તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા છતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
 ખૂનના આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના ફુલસર જકાતનાકા વિસ્તારમાં આજે રાત્રે મયુર મકવાણા નામના યુવાન ઉપર છરી ના હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી આરોપીઓ નાસી છૂટયા હતા. આ બનાવની જાણ થતાં ડી.  ડિવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો ,એલસીબી પોલીસ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

(9:56 pm IST)
  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોદી પ્રધાન મંડળની પુનઃ રચના થશે : લીસ્ટ તૈયાર : આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રધાન મંડળની પુનઃ રચના કરે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : યોગ્ય સમયે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં અથવા તો માર્ચના પહેલા અઠવાડીયામાં નવા પ્રધાનો શપથ લ્યે તેવી પૂરી સંભાવના છે : ૨૦ નવા પ્રધાનોનું અને પ્રધાનમંડળમાં ફેરફારોમાં લીસ્ટ તૈયાર હોવાનું પણ જાણવા મળે છે access_time 3:08 pm IST