Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વંથલીમાં દંપતી ઉપર ૯ શખ્સોનો હુમલો-પતિને ગંભીર ઇજા

રસ્તે ચાલવાના મનદુઃખથી તુટી પડયા

જુનાગઢ, તા., રપઃ વંથલીમાં પોલીસ સ્ટેશન પાછળ આવેલ નાદલી ફળીમાં રહેતા નફીશાબેન નાદલી (ઉ.વ.૩૩) તથા તેના પતિ ઇરફાન આરીફભાઇ સાથે અગાઉ જમીલ રજાકભાઇ બળુકને રસ્તે ચાલવા બાબતે મનદુઃખ થયેલ.

જે અંગે સામસામા કેસ થયેલ જેના મનદુઃખના કારણે ગઇકાલે સાંજે જમીલ તેમજ જમીલનો સાળો ઉવેશ, અકિલ નાગોરી, રહીશ બાતવા, સકીર સલીમ, અનીશ ગામેતી, સમીર ખોખર, મુકીમ નાગોરી અને જમીલભાઇની પત્ની નશીમાએ ગેરકાયદે મંડળી રચી નફીશાબેનને માર મારી અને તેના પતિ ઇરફાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

 આ હુમલામાં ઇરફાન નાદલી લોહીલોહાણ થઇ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવેલ. હુમલા અંગે પોલીસે હુમલાખોરો સામે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)