Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરેન્દ્રનગરમાં ર૭ મીએ દિક્ષા મહોત્સવ અંતર્ગત દિક્ષાર્થીઓનો વરઘોડો નિકળ્યો

વઢવાણ, તા. રપ : સુરેન્દ્રનગર શહેરમાં દીક્ષાર્થી ઓનો આજે ભવ્ય વરઘોડો પ્રસ્થાન થયો છે જેમાં સુરેન્દ્રનગર શહેરના તેમજ ગામો પર ગામોથી પધારેલા જૈન ભાવિકો સાથે આજે સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક પાસે આવેલા ગોપાલ સંપ્રદાયના ઉપાશ્રય ખાતે થી દીક્ષાર્થીઓનો ભવ્ય વરઘોડો પ્રસ્થાન થયો હતો જેમાં સુરેન્દ્રનગર શહેરના જૈન સમાજના તમામ ફિરકાઓ અને સંસ્થાના હોદ્દેદારો હા જૈન દીક્ષા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા છે સુરેન્દ્રનગર શહેરના ઘર હો તો એસા માં ૨૭ ના રોજ દીક્ષા મહોત્સવ યોજાનાર છે ત્યારે ગામેગામથી ગોપાલ સંપ્રદાયના જૈન મુનિઓ પણ તેમજ મહાસતીજી પણ પધાર્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેર ખાતે ધર્મ અને ભકિતના વાતાવરણ વચ્ચે મુમુક્ષ પલ્લવીબેન તેમજ મુમુક્ષ રિધ્ધીબેન અન મુમુક્ષ ફોરમ બેન નો ભવ્ય દીક્ષા મહોત્સવનો વરઘોડો નીકળ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેર ના જવાર ચોક થી લઈ અને સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર ધર્મ વાતાવરણ વચ્ચે દીક્ષાર્થી ઓનો ભવ્ય વરદ્યોડો પ્રશાંત થયો હતો.

ગોપાલ સંપ્રદાયના પ્રમુખ રાજુભાઈ ધોલેરા વાળા અજરામર સંપ્રદાયના પ્રમુખ સબીર ભાઈ શેઠ રતનપર સંઘના પ્રમુખ વિનુભાઇ ચુડગર ઉપપ્રમુખ જતીનભાઈ શેઠ તેમજ સુરેન્દ્રનગર શહેરના જે એમ શાહ તેમજ પરેશભાઈ શાહ તેમજ જૈન યુવા અગ્રણીઓ હર્ષદભાઈ ગાંધી તેમજ દીક્ષા મહોત્સવના સંચાલક યુવકો સહિતના આગેવાનો વરદ્યોડામાં જોડાયા હતા ત્યારે ત્રણે દીક્ષાર્થી ઓના પરિવારજનો કુટુંબીઓ સહિતના લોકો પણ જોડાયા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરનું ભકિતમય વાતાવરણ વચ્ચે જૈન સમાજનો દીક્ષાર્થી ઓનો જય જય કાર સાથે વરઘોડો પ્રશ્ન થયો હતો ત્યારે આજથી  ઘર હો તો એસા માં દીક્ષાર્થી ઓનો ભવ્ય કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર મોટા દેરાસરના પ્રમુખશ્રી વિપીનભાઈ ટોલિયા દ્વારા ખાસ આ દીક્ષાર્થી ઓના મહોત્સવમાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે  મોટા દેરાસરના જૈન આગેવાનો યોગેશભાઈ શાહ તેમજ રજનીભાઈ તેમજ દેરાસરના સંચાલકો સહિતના આગેવાનો રતનપર જોરાવનગર વઢવાણ સહિતના જુદા જુદા જૈન દેરાસરો ના આગેવાનો આ દીક્ષા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહી અને જોડાયા છે ત્યારે ત્રણે દીક્ષાર્થી ઓનો સુરેન્દ્રનગરના જાહેર માર્ગો ઉપર જય જયકાર સાથે ભવ્ય વરઘોડો પ્રસ્થાન થયો હતો સુરેન્દ્રનગરની પાવનકારી ધરા ઉપર ભકિતમય વાતાવરણ છવાઇ જવા પામ્યું હતો.

(12:56 pm IST)