Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ખેડૂતોના વિડીયો સામે સુરેન્દ્રનગર કલેકટર દ્વારા પણ પાક વિમા બાબતે ઉતર આપતો વિડીયો વાયરલ થયો

વઢવાણ,તા.૨૫: સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો કલેકટર નેપાક બાબતે અનેક વખત રજુઆત કરવા આવ્યા છતાં પણ જિલ્લાના ખેડૂતોને પાક વીમો ના મળતા જિલ્લા કલેકટર કચેરીએ બે દિવસ પૂર્વે જિલ્લાના ખેડૂતો ખાસ મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

કલેકટર કે રાજેશ દ્વારા મૂળી તાલુકાના ખેડૂતો પાસેથી ગાઈડ લાઈન માંગવામાં આવતા ખેડૂતો મા રોષ ફેલાયો હતો ત્યારે આ બાબતનો ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

આ બાબતનો પ્રતિઉત્ત્।ર આપતા કલેકટર કે રાજેશ દ્વારા પણ આજે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કલેકટર દ્વારા આ વીડિયોમાં ઓન રેકોર્ડ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કમોસમી વરસાદથી ૪૩ હજાર નવસો અરજીઓ આવી હતી અને આ અરજી નો સર્વે પણ કરવામાં આવ્યો હતો. વધુમાં આ વીડિયોમાં કલેકટર જણાવે છે કે જિલ્લાના ખેડૂતોને અમુક રકમ ચૂકવવામાં આવી છે તે એક ટાઈમ પરેલી રાહત છે. હજુ જિલ્લાના ખેડૂતોને પાક વીમાની રકમ મળવાની બાકી છે ત્યારે વીમા કંપનીઓ ચૂકવવામાં આવેલ રકમ ખેડૂતોને વિમાનો વળતર નથી પરંતુ એક અકસ્માત વળતરના રૂપે ચૂકવવામાં આવેલી રકમ છે અને આ રકમ જિલ્લાના ખેડૂતોને ૨૭ થી ૩૪ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે.

અને સરકાર દ્વારા જે તે સમયે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના નુકસાન પેટે હેકટર દીઠ છથી સાત હજાર જિલ્લાના ખેડૂતોને પેમેન્ટ આપવામાં આવેલું છે ત્યારે વધુમાં જિલ્લા કલેકટર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવેલી સહાયના આંકડાઓ અને અરજીઓની વિગતો તારીખો અન્ય પાક વીમા ને લગતા પ્રશ્નો વીડિયોમાં ઉત્ત્।ર આપે છે.

(12:56 pm IST)