Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જુનાગઢ ઓમ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ખેલઓમનું આયોજન કરવામાં આવ્યું

જુનાગઢના ઓમ એજયુકેશન કેમ્પસ ખાતે સ્પોર્ટસ ઇવેન્ટ ખેલઓમ ર૦ર૦નું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉદઘાટન પ્રસંગે ઝડપીચાલમાં ગોલ્ મેડલ મેળવનાર ભાવના પટેલ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. જેમનું સન્માન ઓમ કેમ્પસનું વુમન ડેવલોપમેન્ટ કમિટી દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મશાલ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ઇવેન્ટની અંદર વિવિધ રમતો જેમ કે ક્રિકેટ, ટેબલ, ટેનિશ, બેડ મિન્ટન, શટલકોક, વોલીબોલ, રફતાર, શતરજ, કાઉન્ટર સ્ટ્રાઇક તેમજ એથ્લેટીકામાં બચ્છીફેંક, ચક્રફેક, તથા ગોળ ફેક વગેરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવવા માટે રંગોળી જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લઇને વિવિધ પ્રવૃતિઓમાં પોતાના કૌશલ્યોનું પ્રદર્શન કર્યુ હતુ. પ્રિન્સીપાલ સચિન ગોધાણી પ્રો. નિકુંજ હિંડોચા તેમજ પ્રો. સાગર ડોબરીયાએ જહેમત ઉઠાવી હતી.

(12:54 pm IST)