Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

તળાજાના દકાના, સરતાનપર, ગોરખીના સરપંચ અને લિઝધારકોને પોલીસનું તેડું

ભાવનગર ,તા.૨૫:તળાજા નજીક થી પસારથતી શેત્રુંજી ખનન માફિયાઓ દ્વારા ખોદાઈ રહી છે. ટ્રક ટ્રેકટર મોઢે રેતી નું ખનન થતું હતું.પરંતુ બે દિવસ પહેલા અચાનકજ ખાનખનીજ વિભાગ ની જાણે આંખ ઉદ્યડી હોયતેમ માત્ર બેજ દિવસ માં હજારો મેટ્રિક ટન રેતી ચોરાયની તળાજા પોલીસ મથકમાં અજાણ્યાં ઈસમો વિરુદ્ઘ ફરિયાદ બાદ પોલીસે ખનન કર્તાઓ ની શોધખોળ હાથધરી છે. જેમાં જે લિઝ ધારકો છે તે ઉપરાંત સંબધિત ત્રણ ગામના સરપંચ નેઙ્ગ સમન્સ પાઠવી તેંડુ મોકલવામાં આવેલ છે.

ભાવનગર સ્થિત જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી ગોહિલ નિલેષ ચંદુભાઈ એ તળાજા પોલીસ મથકમાં બે દિવસ પહેલા ગત.તા ૧૭-૧૮ બે દિવસ ની સાંજ દરમિયાન ગોરખી,દકાના,સરતાનપર ગામ નજીક પસાર થતી શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રીતે સાદી રેતી ૧૨૦૦૭૧ મેટ્રિક ટન જેની કિંમત રૂ.૨,૦૮૭,૧૭,૪૦/-ની ચોરી અજાણ્યા ઈસમોએ કરી.જેના કારણે રેતી ચોરી અને પર્યાવરણને નુકશાની ની રકમ મળી ચાર કરોડ ત્રેસથલાખ વિસહજાર છવીસ રૂપિયા ની રકમ ની ફરિયાદ નોંધાવી હતી.

ખાણ ખનીજ વિભાગ ની અચાનક જ ખૂલેલી આંખ અને અજાણ્યા ઈસમો વિરુદ્ઘ નોંધાવેલ ફરિયાદ ને લઈ તળાજા પો.ઇ ગમારા એ તપાસ નો દૌર શરૂ કર્યો છે. સાડાચાર કરોડ રૂપિયાની રેતી ચોરનાર અજાણ્યાં ઈસમો સુધી પહોંચવા માટે પોલીસે ફરીયાદ મુજબ ના ગોરખી,દકાના,સરતાનપર ના સરપંચો અને જેટલા લિઝ ધારકો છે તેમને સમન્સ મોકલી બે દિવસ માં નિવેદન નોંધાવવા જાણ કરેલ હોવાનં જાણવા મળેલ છે.

(12:07 pm IST)