Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ધોરાજી યાર્ડ ૧૫ દિ'થી વાહોનોની કતારો, ખેડૂતો પરેશાન

ધોરાજી, તા.૨૫:ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ની ખરીદી સરકાર દ્વારા ચાલુ છે ત્યારે છેલ્લા પંદર દિવસથી કડકડતી ઠંડીમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ટ્રેકટર છકડો રીક્ષા ટ્રક વિગેરે લઈને ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે એક કિલોમીટર લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે.

 

ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા મગફળીની ખરીદી ચાલુ હોય ત્યારે વ્યવસ્થાને અભાવે છેલ્લા પંદર દિવસથી ખેડૂતો મગફળી ભરીને ટ્રેકટર છકડો રીક્ષા  વિગેરે લઈને લાઈનમાં ઊભા રહે છે ત્યારે એક કિલોમીટર લાંબી લાઈનમાં વારો આવતો નથી.

આ બાબતે યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા મગફળીની ખરીદી ચાલુ છે અને સંપૂર્ણ વ્યવસ્થા પુરવઠા વિભાગ સંભાળે છે અમારા માર્કેટિંગ યાર્ડ ના કર્મચારીઓ ને કોઈ જવાબદારી આ બાબતમાં છે ને અને આ બાબતનો સુપરવિઝન પુરવઠા વિભાગ મામલતદાર તેમજ ડેપ્યુટી કલેકટર નું છે અમે પણ અનેક વખત આ બાબતે ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરી છે પરંતુ પુરવઠા વિભાગના કર્મચારીઓના અભાવે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે જે બાબતે તાત્કાલિક શું કરવું જોઈએ અને ખેડૂતો પરેશાન ન થાય તે બાબતે અમોએ પણ અનેક વખત રજુઆત કરી છે

ધોરાજીના ખેડૂત અગ્રણી ધીરુભાઈ કોયાણી જણાવેલ કે ખેડૂતોની પણ ઓનલાઇન નોંધણી થઇ ચૂકી છે બાબતે પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી છે સવારમાં આઠ વાગ્યામાં જ ખરીદી શરૂ કરી દે તો આ પ્રકારની લાઈન જોવા મળે  ડેપ્યુટી કલેકટરે પણ તાત્કાલીક અસરથી પગલા લેવા જોઈએ જે કર્મચારીઓ મોડા આવે છે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને સરકારના નિયમ પ્રમાણે ખરીદી ચાલુ કરવી જોઈએ અને ખેડૂતોને સમય આપી દેવો જોઈએ જેથી કરીને લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે નહીં.જો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું.

(12:05 pm IST)