Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખની મુલાકાતે આર.સી. ફળદુ

ગોડલ પાલિકાના પૂર્વ પ્રમુખ મનિષાબેન બટુકભાઇ સાવલીયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાતે કેબીનેટ મંત્રી આર.સી. ફળદુએ એક કલાકના ટુંકા રોકાણ બાદ સાવલીયા પરિવાર સાથે અલ્પાહાર કરેલ, ત્યારબાદ ૭૧માં પ્રજાસતાક પર્વ નિમીતે રાજકોટ જીલ્લામાં અલગ અલગ તાલુકા સ્થળોએ જીલ્લા વહીવટી તંત્ર અને યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સંકલન દ્વારા રકત્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ ખાતે કેમ્પમાં ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુએ મુલાકાત લઇને રકતદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપને વધુમાં વધુ આવી સેવાકીય પ્રવૃતિ કરતી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. (તસ્વીર-અહેવાલ જયસ્વાલ ન્યુઝ, ગોંડલ)

(11:40 am IST)