Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગોંડલના સીનીયર સીટીઝન પુસ્તક પ્રેમી જાડેજાનું સન્માન કરાશે

૫૧ વર્ષથી નિત્ય વાંચન કરતા જીઈબીના નિવૃત કર્મચારી જાડેજા

ગોંડલ,તા.૨૫:ગોંડલ રાજવી સર ભગવતસિંહજીને રાજવી કાળમાં ફરજિયાત શિક્ષણ કરી પ્રજાજનોની સુખાકારી માટે હજારો પુસ્તકો સાથે લાઇબ્રેરીનું નિર્માણ કરી આપવામાં આવ્યું હતું અને વર્ષ ૧૯૬૮માં લાઇબ્રેરી નગરપાલિકા હસ્તક થવા પામી હતી. અને ત્યારથી નિત્ય પુસ્તકોનું વાંચન કરતા જીઇબીના નિવૃત કર્મચારીને પ્રજાસત્તાક પર્વે પાલિકા તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે.

 ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જીઈબી ના નિવૃત કર્મચારી મહિપતસિંહ મૂળજી જાડેજા (ઉ.વ. ૮૭) છેલ્લા ૫૧ વર્ષથી અત્રેની નગરપાલિકા સંચાલિત લાઈબ્રેરી માં નિત્ય પુસ્તકોનું વાંચન કરી રહ્યા છે, તેઓ દ્વારા ૨૫૦૦૦ થી પણ વધુ પુસ્તકો નું વાંચન કરી લેવામાં આવ્યું છે જે વાત ની જાણ સન્ડે સ્લમ ડે મિશન ના ફાઉન્ડર પાલિકાના શાશક પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ના ધ્યાને આવતા તાકીદે પાલિકા ખાતે પેપર વર્ક કરી આગામી ૨૬મી જાન્યુઆરી ના રોજ મોટી ખીલોરી ગામે ઉજવવામાં આવનાર પ્રજાસત્ત્।ાક પર્વે પાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે.

વ્યકિત વિશેષ અંગે રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે મહિપતસિંહજી તેઓની નોકરી ની ફરજ દરમ્યાન પ્રજાસત્ત્।ાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ અત્રેના ટાઉન હોલ ખાતે અચૂક ઉજવતા હતા, અને તેઓનો કન્ટ્રી ફસ્ટ કન્ટ્રી લાસ્ટ જીવન મંત્ર છે, નોકરી ની ફરજ દરમ્યાન પાંચ મિનિટ વહેલા પહોંચતા અને બધાના પછી નીકળતા એમ ફરજ નિષ્ઠ પણ રહેતા હતા ત્યારે વાંચન ની સુવર્ણ જયંતી સમાન વ્યકિત નું સન્માન કરવું કેમ ચૂકાય તેથી જ તેઓના સન્માન નું આયોજન કરવામાં આવેલ છે.

(11:38 am IST)