Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગીર સોમનાથ દેવળી ગામે કેળાની પ્રાકૃતિક ખેતી કરતા જીતુભાઇ સોલંકી

કલેકટર અજય પ્રકાશનાં હસ્તે સન્માન થશે

પ્રભાસ પાટણ,તા.૨૫:કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય એ માટે સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ તેમજ સામૂહિક અરસ પરસ પ્રયાસો અને ખેતી ખર્ચ દ્યટાડવા માટે આધુનિક પદ્ઘતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઉત્પાદન ખર્ચ દ્યટે તેમ જ લોકોને દવા વગર નું શાકભાજી, ફળ અને અન્ન મળે તે માટે કૃષિ શિબિર નું આયોજન કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી જીતુભાઈ સોલંકીએ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને કેળાનું વાવેતર કરી તેનું બમણું ઉત્પાદન કરવામાં સફળતા મેળવી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જીતુભાઈ સોલંકી માત્ર અઢી વીદ્યા જમીનમાં કેળા નું વાવેતર કર્યું છે અને પ્રાકૃતિક ખેતી ને લીધે તેમને ઉત્પાદન ખર્ચ દ્યટ્યો છે .આવકમાં પણ વધારો થયો છે તેનું ઉત્પાદન બમણું થયું છે. તાજેતરમાં જિલ્લા માહિતી કચેરી ગીર સોમનાથ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રગતિશીલતા અને ખેત ઉત્પાદનમાં થતા વધારાના પ્રયોગો અન્ય ખેડૂતોને અને લોકોને જાણકારી મળે તે અર્થે એક મીડિયા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી ગીર ગઢડા ખાતે થઈ રહી છે તેમાં જિલ્લાના વિવિધ અગ્રણીઓ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર, વિવિધ સિદ્ઘિ હાંસલ કરનારા અગ્રણીઓ અને કર્મયોગી નું સન્માન થવાનું છે, જેમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી જીતુભાઈ સોલંકી નું પણ સન્માન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(11:37 am IST)