Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભુજમાં અમુલ, ગોવર્ધન જેવી બ્રાન્ડેડ કંપનીના નામે ભેળસેળીયું ઘી વેચતી પેઢી ઉપર દરોડો

ગણેશ ટ્રેડર્સમાંથી ૧ ટનથી વધુ બ્રાન્ડેડ ભેળસેળીયા ઘીનો જથ્થો પોલીસે ઝડપતા ખળભળાટ, અસલી, ૬ લાખનું ઘી જપ્ત કરી ફૂડ ડ્રગ્સ વિભાગને બોલાવી તપાસ શરૂ

ભુજ,તા.૨૫: ભુજ બી ડિવિઝન પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચાતા દેશી દ્યીના નામે ભેળસેળ વાળું ઘી વેચવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પૂર્વ બાતમીના આધારે પીઆઇ આર.એન. ખાંટ તેમ જ પોલીસ સ્ટાફે ભુજના જથ્થાબંધ બજારમાં આવેલ ગણેશ ટ્રેડર્સ નામની વ્યાપારી પેઢી ઉપર દરોડો પાડ્યો હતો.

પોલીસે પેઢીના માલિક ધિમંત પરસોત્ત્।મ ચંદેની પૂછપરછ કરીને બ્રાન્ડેડ કંપનીના દેશી ઘીના નામે નકલી ભેળસેળીયા ઘી વેચવાનું ષડયંત્ર ઝડપીને અંદાજે ૧૧૦૦ કિલો ઘી જપ્ત કર્યું છે. અમુલ, ગોવર્ધન જેવી બ્રાન્ડેડ કંપનીઓના નામે ભેળસેળીયા દ્યી વેચવાના ષડયંત્રએ ભુજના વ્યાપારીઓમાં ચકચાર સાથે ખળભળાટ સજર્યો છે. પોલીસે અંદાજીત ૬ લાખના ઘીનો જથ્થો જપ્ત કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી આ દ્યી ના જથ્થાની ફોરેન્સિક લેબમાં તપાસ કરવાની કાર્યવાહી મોડી રાત્રે હાથ ધરી હતી. પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે વ્યાપારી ધિમંત પરસોત્ત્।મ ચંદેએ પોલીસને જણાવ્યા પ્રમાણે આ નકલી ઘી નો જથ્થો પોતે અન્ય જિલ્લાના વ્યાપારીઓ પાસેથી મગાવ્યો હતો. જોકે, પોલીસે ગણેશ ટ્રેડર્સ મારફત બ્રાન્ડેડ દ્યીના નામે નકલી ઘી કયાં કયાં વેચાતું હતું તેની વધુ તપાસ હાથ ધરી છે. રાજયમાં ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેળ લોકોના આરોગ્ય માટે ચિંતાજનક છે.

(11:36 am IST)