Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ઉપલેટા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઉપલેટા તા.રપ :ઉપલેટા એપીએમસી સેન્ટર ખાતે રાજય સરકાર દ્વારા રૂ. ૧૧૫૦ ના ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઉપલેટાના માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૧૮ નવેમ્બરથી ટેકાના ભાવે ઉપલેટા મામલતદાર ની રાહબળી હેઠળ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. કુલ ૯૦૪૩ જેટલા ખેડૂતો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૪૭૫૬ જેટલા ખેડૂતોને એસએમએસઙ્ગ તથા ફોન થી જાણ કરવામાં આવી હતી.ઙ્ગ જેમાંથી ૪૭૫૬ જેટલા ખેડૂતોએ પોતાની મગફળી એપીએમસી સેન્ટર ખાતે વેચવા માટે લાવેલ હતી. જેમાં તમામ ખેડૂતોની મગફળી પાસ થયેલ હોય. અત્યાર સુધીમાં કુલ ગુણી ૩૪૦૦૦૦ થઈ છે. જેમાં કુલ વજન ૧.૦૩ લાખ કવીન્ટલ નોંધાઇ છે. રાજય સરકાર દ્વારા ૩૦ ડિસેમ્બરથી પેમેન્ટ પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ગયો છે. રાજય સરકારે મગફળી ખરીદીની ઊંચી કિંમત રાખતા નોંધણી ન કરાવનાર ખેડૂતોને પણ બજારમાં પૂરતા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતોમાં દ્યણા લાંબા સમય બાદ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખરીદ પ્રક્રિયા થી પણ ખેડુતો ખુશ છે. કારણ કે ખુદ મામલતદાર જી. એમ. મહાવદીયા પોતેજ સમગ્ર કાર્યનું સંચાલન કરી રહ્યા છે. અને કોઈ ખેડૂતે ઠંડીમાં હેરાન થવું ન પડે અને ખોટો સમય ન વેડફાય એ માટે દરરોજ દિવસ દરમિયાન નિર્ધારિત ખેડૂતોને જ બોલાવવામાં આવે છે અને તેમની મગફળી સંપૂર્ણ ખરીદ થાય છે. ખાસ કરીને કોઈપણ જાતના એકપણ વિવાદ વગર અત્યાર સુધીમાં સફળ કામગીરી થયેલ છે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયામાં મામલતદાર જી.એમ. મહાવદીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર દેવાભાઈ કંડોરીયા તથા ગોડાઉન મેનેજર હરેશભાઈ ચાવડા સતત હાજર રહી દેખરેખ રાખી રહ્યા છે. સાથે-સાથે રેવન્યુ, પંચાયત તથા ખેતીવાડી કર્મચારીઓની ટીમ પણ સતત ખડે પગે રહી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. આ તમામ પ્રતિનિધિઓ ના સહિયારા પુરુષાર્થથી આ પ્રક્રિયા નિર્વિવાદ શાંતિપૂર્ણ ચાલે છે.

(11:34 am IST)