Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જસદણ નગરપાલિકાના વોર્ડ નં.૬ની સોમવારે પેટા ચૂંટણી

જસદણ તા.૨૫ જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર છ ની પેટા ચૂંટણી તારીખ ૨૭ -૧ ને સોમવારના રોજ યોજાશે.આ પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ નગરસેવક ભરતભાઈ મનુભાઈ જેબલિયા તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ નગરસેવક રંજનબેન નિલેશભાઈ તોગડિયા તથા અપક્ષ ઉમેદવાર તરીકે જસદણ નગરપાલિકાનાઙ્ગ નિવૃત અધિકારી મનુભાઈ શાંતુભાઇ ધાધલે ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર છમાં ચૂંટાયેલા ભાજપના નગરસેવક રાજુભાઈ ધાધલે રાજીનામું આપતા આ પેટાચૂંટણી યોજાઇ રહી છે. વોર્ડ નંબર છ માં જુદા જુદા પાંચ મતદાન મથક ઉપરઙ્ગ સોમવારે સવારે આઠ થી સાંજના પાંચ કલાક સુધી મતદાન યોજાશે. સરદાર પટેલ નગર પ્રાથમિક શાળાના જુદા જુદા ચાર બુથ તેમજ પુષ્કરધામ પ્રાથમિક શાળામાં એક બુથમાં મતદાન યોજાશે.

૧૮૬૨ પુરુષ મતદારો તેમજ ૧૭૨૧ સ્ત્રી મતદારો મળીને કુલ ૩૫૮૩ મતદારો નોંધાયેલા છે. વોર્ડ નંબર છમાં હાલમાં ભાજપના સોનલબેન વસાણી, વર્ષાબેન સખીયા તેમજ મીઠાભાઇ છાયાણી ચુંટાયેલા છે. જસદણ નગરપાલિકા માં કુલ સાત વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૨૩ બેઠકોમાં ભાજપના સભ્યો ચૂંટાયેલા છે અને સ્પષ્ટ બહુમતી સાથે જસદણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. જયારે પાંચ બેઠકો ઉપર કોંગ્રેસ ના સભ્યો ચૂંટાયેલા છે. આ પેટા ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે જસદણ પ્રાંત અધિકારી પી.એચ. ગલચર ફરજ બજાવી રહ્યા છે.

(11:30 am IST)