Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગોંડલમાં તસ્કર બેકાબું: મંદિર અને ઘરમાંથી ૨.૧૫ લાખની માલમતાની ચોરી

છેલ્લા એક માસમાં ચોરીની નવ ઘટનાઓ બનતા પ્રજા ભયભીત

ગોંડલ, તા.૨૫: રેઢાં પડ સમાં ગોંડલ શહેરમાં પોલીસની ઢીલી નિતી નો ફાયદો ઉઠાવી બે ફામ બનેલાં તસ્કરોએ વદ્યું બે જગ્યાએ હાથફેરો પોલીસને પડકાર ફકયો છે. આ સાથે છેલ્લા એક મહીનામાં ચોરી ની નવ દ્યટનાં પોલીસ ચોપડે નોંધાઇ છે.

શહેરમાં ચોરીની રોજબરોજની દ્યટનાઓ માં વધારો થતો હોય તેમ  નેશનલ હાઈવે પર આવેલ કોટડીયા પરીવારનાં કુળદેવી ખોડીયાર માતાજીનાં મંદીરમાં તસ્કરોએ તાળાં તોડી અંદર પ્રવેશ કરી ગભઁગૃહ ની ગ્રીલ તોડી સો જેટલાં ચાંદીના છતર તથાં દાનપેટી તોડી તેમાં રહેલ રોકડ સહીત રુ.એક લાખ પિચ્ચોતેર હજાર ની માલ મતા ની ચોરી કરી જતાં બનાવ અંગે ચંદ્રેશભાઇ કોટડીયા એ સીટી પોલીસ માં ફરીયાદ કરી હતી.

ચોરી નો બીજો બનાવ મોવિયા રોડ ઉપર આવેલ પશુદવાખાના પાછળ રહેતાં અમીનભાઇ ઇસ્માઇલભાઇ સાડેકી નાં બંધ મકાન નાં તાળાં તોડી તસ્કરોએ રુ.ચાલીસ હજાર ની કિંમત નાં સોના નાં એરિંગ ની ચોરી કરી જતાં બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.

છેલ્લા કેટલાક સમયથી ચોરી ની દ્યટનાં ઓ વારંવાર બનતી હોય શહેરીજનો ભયભીત બન્યાં છે.બીજી બાજુ શહેરમાં પોલીસ નાં અસ્તિત્વ સામે સવાલ ઉભાં થવાં પામ્યાં છે.

(11:29 am IST)