Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કાલે ગધેથડના ગાયત્રી આશ્રમે ગાયત્રી યજ્ઞ, મહાપ્રસાદનું આયોજન

ઢાંક તન ૨૫  : ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં આવેલ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે તા.૨૬/૧ રવિવારના રોજ મહા ગાયત્રી યજ્ઞ તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન સુખદેવસિ઼હ મધુભા વાળા અને વનરાજસિંહ ચુડાસમાના સયુંકત રીતે કરવામાં આવેલ છે. મા ભગવતીશ્રી વેદમાતા ગાયત્રી માં ના સાનિધ્યમાં પરમપુજય સંત હિરોમણી લાલબાપુ, પુઉ રાજુભગત અને  દોલુ ભગતના આર્શિવાદ સાથે ભવ્ય ગાયત્રી યજ્ઞ અને સાથે મહા પ્રસાદનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.

રવિવારે સવારે ૭ કલાકે યજ્ઞનો ભવ્ય પ્રારંભ કરાશે, બપોરના ૧૧ કલાકે ભોજન-મહાપ્રસાદ, તેમજ બપોરના ર કલાકે યજ્ઞ પૂણાહુતી કરવામાં આવશે. આ પ્રસંગે દરેક ભાવિકો, ભકતોને યજ્ઞના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા રઘુવિરસિંહ વાળા, સુખદેવસિંહ વાળા, ધનરાજસિંહ ચુડાસમા, શ્રી કનકસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા સહિત ભકતો દ્વારા અનુરોધ કરાયો છે

(11:24 am IST)