Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળાથી રાહતઃ માત્ર ઠંડો ઠંડો પવન

લઘુતમ તાપમાનમાં વધારોઃ નલીયા-૧૦.૪, રાજકોટ ૧૬ ડિગ્રી

રાજકોટ તા.૨૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો છે અને વાદળા છવાઇ જતા ઠંડીમા રાહત થઇ ગઇ છે.

જો કે ઠંડો-ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી ગયો છે આજે રાજયમાં સૌથી ઠંડી કચ્છના નલીયામાં નીચુ તાપમાન નલીયામાં ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

જૂનાગઢ : હવામાનમાં પલ્ટો આવતા સવારથી સોરઠનાં આકાશમાં વાદળા છવાય ગયા છે અને ઠંડીનું પ્રમાણ નહિવત થઇ ગયુ છે.

છેલ્લા બે દિવસથી સવારનું તાપમાન ઉચકાતા ઠંડી ઘટી છે આ સ્થિી વચ્ચે આજે  વહેલી સવારથી જૂનાગઢ સહિતનાં વિસ્તારોનાં હવામાન પલટાયુ છે જેનાં  પગલે વાદળા છવાય જતાં સવો નિયમ સમયે સૂર્યદર્શન પણ થઇ શકયા ન હતાં.

માવઠામય વાતાવરણથી લોકો સહિત ખેડૂતો ચિંતીત બન્યા છે. ઠંડી ઘટતા સૌ કોઇએ રાહત અનુભવી છે.

જામનગર

 જામનગર : શહેરનું આજનું હવામાન ર૬ મહત્તમ ૧૪ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ઠંડી

  શહેર

લઘુતમ તાપમાન

નલીયા

૧૦.૪ ડિગ્રી

ડીસા

૧૧.૫ ડિગ્રી

અમદાવાદ

૧૨.૫ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.૫ ડિગ્રી

કેશોદ

૧૪.૬ ડિગ્રી

ભુજ

૧૪.૩ ડિગ્રી

ભાવનગર

૧૫.૬ ડિગ્રી

રાજકોટ

૧૬.૦ ડિગ્રી

વેરાવળ

૧૮.૫ ડિગ્રી

(11:23 am IST)