Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સિંહ જોવા માટે ઘરથી ભાગેલા અમદાવાદના બે બાળકો અમરેલીમાં મળી આવ્યા

દામનગર,તા.૨૪:  અમરેલીના આંબરડી નેશનલ પાર્ક ખાતેથી ચાઇલ્ડ લાઇનમાં ફોન આવતા જણાવેલ કે કોઇ બે અજાણ્યા બાળક અહી મળી આવેલ છે. જે પગલે ચાઇલ્ડ લાઇન દ્વારા બાળ સુરક્ષા એકમને જાણ કરતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વિ.એ. સૈયદ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વિ. યુ. જોષી ચાઇલ્ડ લાઇન કોર્ડીનેટરના સંકલનમાં રહી બાળકોને સરકારી ચિલ્ડ્રન હોમ - અમરેલી ખાતે અધિક્ષક, કે. બી. જોષી તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા CWC ચેરમેન,ને જાણ કરતા તાત્કાલીક બેઠક બોલાવી CWC ચેરમેન, ડો. પી. વી. ગોસાઇ દ્વારા બાળકોને સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.

બાળકોને સરકારી ચિલ્ડ્રન હોમ – અમરેલી ખાતે રાખી સમગ્ર ટીમ દ્વારા બાળકોના વાલીઓની શોધ-ખોળ શરૂ કરી તેમનો કોન્ટેકટ કરવામાં આવ્યો. જેમાં માલુમ પડતા બાળકો અમદાવાદના જણાયેલ અને દ્યરેથી સિંહ જોવા અર્થે કહ્યા વગર નિકળી ગયાનુ માલુમ પડેલ હતુ. બાળકોના વાલીનો સંપર્ક થતા તેમને રૂબરૂ અમરેલી ખાતે લેવા  CWC કમીટી દ્વારા બાળકોને તેમના વાલીને સોપી ૨૪ કલાકમાં ખોવાયેલ બાળકોનુ કુટુંબ સાથે મિલન કરવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીની પ્રોટેકશન ઓફિસર બી. ડી. ભાડ, તેમજ ચાઇલ્ડ લાઇન - અમરેલી તથા તમામ અધિકારી, કર્મચારી અને વિવિધ કચેરીઓએ એક સાથે સંકલનમાં રહી.

(11:56 am IST)