Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

માળીયા મિંયાણા મામલતદાર કચેરી સામે યુવાન ઉપર છરીથી ૫ શખ્સોનો જીવલેણ હુમલો

શેરીમાં બહાર બેસવા પ્રશ્ને ડખોઃ ઇજાગ્રસ્ત તાજ મહમદ સઘવાણીને રાજકોટ હોસ્પીટલમાં ખસેડયો

મોરબી,તા.૨૪: માળિયા મિયાણા મા રહેતા યુવાન પર તેના પાડોશમાં રહેતા પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ માળિયા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા તાજમહમદ કરીમહમદ સધવાણી એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પાડોશમાં રહેતા કાદરભાઈ હબીબભાઈ જેડા તે શેરીમાં બહાર બેસતા હોય તે વાત ન ગમતી હોય જેનો ખાર રાખી જયારે આજે ફરિયાદી સાંજના સમયે પોતનું બાઇક લઈ જતો હોય ત્યારે આરોપી કાદર હબીબભાઈ જેડા, ઙ્ગસુભાન હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઈ જેડા, જાકિરભાઈ હબીબભાઈ જેડા અને રફીક હાજીભાઈ મોવર બધા સાથે મળી ફરિયાદને માથા તમેજ બીજા ભાગોમાં છરી ના દ્યા મારી તેની હત્યા કરવાનો પ્રયાસ કરી ત્યાંથી નાસી ગયા હતા દ્યટનાની જાણ થતાં માળિયા પોલિસ મથકની ટિમ દોડી ગઈ હતી અને દ્યાયલ થયેલ યુવાનને સારવાર માટે પ્રાથમિક સારવાર માળિયા ત્યારબદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પોલીસ પાચ શખ્સો વિરૂદ્ઘ હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો નોંધી આરોપી ઝડપવા ની કામગીરી હાથ ધરી હતી જે અંગેની વધુ તપાસ માલિયાં પી.એસ.આઈ જી.વી.વાણિયા ચલાવી રહ્યા છે.

(11:42 am IST)