Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગુજરાતમાં તમામ બેઠકો ઉપર ''આપ''ની ડિપોઝીટ પણ જશે : જે.પી. નડ્ડા

જુનાગઢમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આગેેવાનો-કાર્યકર્તાઓ સાથે બેઠક કરીઃ પાર્ટીના ઉમેદવારના વિજય માટે માર્ગદર્શન આપ્યું

(વિનુ જોશી દ્વારા) નાગઢ, તા. ર૪ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગઇકાલે જુનાગઢ આવ્યા હતા. તેઓએ મિડીયા સાથે વાતચીત કરી હતી અને પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું તા. ૧ લી ડિસેમ્બરે મતદાન થવાનું છે જેને લઇ રાજયમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સ્ટાર પ્રચારકો અને મોટા ગજાનાં નેતાઓ ચૂંટણીપ્રચાર માટે આવી રહ્યા છે.

ત્યારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે વરાયા ાદ ગકાલે પ્રથમ વખત જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે મિડીયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરાર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ બેઠકો પર 'આપ' ની ડિપોઝીટ પણ જશે.

લોકો કોંગ્રેસ પાર્ટીને ગુજરાત તરીકે મળે છે તેમ જણાવીને શ્રી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની નીતિ ભારતને એક કરતા તરફ ઓછી અને દોડવા તરફ વધુ છે.

શ્રી નડ્ડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં દેશ-વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચત છે.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાએ જુનાગઢના પ્રવાસ દરમ્યાન પાર્ટીના આગેવાનો કાર્યક્રમો સાથે બેઠક કરી હતી. જેમાં ભાજપનાં પ્રદેશ અગ્રણી પ્રદીપભાઇ ખીમાણી, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ અને પ્રમુખ પુનિતભાઇ શર્મા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૃ, શહેર મહામંત્રી સ્ંજય મણવર, ભરત શીંગાળા, મેયર ગીતાબેન પરમાર, ડે. મેટર ગિરીશભાઇ કોટેચા, જુનાગઢ બેઠકના ઉમેદવાર સંજય કોરડીયા, પૂર્વ મેટર ધીરૃભાઇ ગોહેલ,જયોતિબેન વાછાણી, આદ્યાશકિતબેન મજમુદાર, જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ ગાજીપરા સહિત આગેવાનો કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. —આ બેઠકમાં શ્રી નડ્ડાએ ભાજપના ઉમેદવારોના પ્રચંડ વિજય માટે અને પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. (તસ્વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(3:03 pm IST)