Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા નેસડી ગામે કાર્યશાળા યોજનામાં આવી

  સાવરકુંડલા :  તાલુકાના નેસડી ગામે  પ્રાથમિક શાળામાં જિલ્લા લોક વિજ્ઞાાન કેન્‍દ્ર-અમરેલી દ્વારા લોક વિજ્ઞાન કેન્‍દ્રના ડાયરેક્‍ટર નિલેશભાઇ પાઠક દ્વારા વિજ્ઞાાનના અવનવા સાથે વિજ્ઞાનથી જાદુઈ પ્રયોગની શાળાના બાળકોને છણાવટથી સમજ આપી હતી. હાલની ૨૧ મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કેવી કેવી ક્રાંતિ સર્જી શકે છે તેની ર્ી સમજ પુરી પાડી હતી.  આ તકે ઉપસ્‍થિત નેસડી ગામના સરપંચ   કરશનભાઇ વઘાસીયાએ આજનું બાળક ભવિષ્‍યનું વૈજ્ઞાનિક છે .તેમ જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમા પ્રા. શાળાના આચાર્ય  હસુભાઇ મૈસુરીયા તથા સમગ્ર સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો . અંતમા શાળાના વિજ્ઞાન શિક્ષક  વિક્રમભાઇ ગોહિલે આવો  કાર્યક્રમ આપવા બદલ ડાયરેક્‍ટર નિલેશભાઇ પાઠકનો આભાર માની શુભેચ્‍છા પાઠવી હતી.

(1:00 pm IST)