Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મહામારીમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર યોધ્ધા સમાન જૂનાગઢ પોલીસ કર્મચારીઓનું સન્માન

જૂનાગઢ : કોવિડ ૧૯ વૈશ્વિક મારામારી જંગમાં એક યોદ્ઘાની જેમ નિસ્વાર્થ ભાવે સેવા, સહાયતા, સ્નેહ, સહયોગ, દયા અને કર્મનિષ્ઠાથી પ્રસંશનીય કામગીરી કરી અને માનવતાની નવી મિશાલ ઉભી કરનાર પોલીસ અધિકારીઓને જિલ્લા કલેકટર સૌરભ પારધી અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા શુભેચ્છા સાથે કર્મવીર કોરોના યોદ્ઘા તરીકે સન્માન પત્ર મોકલવામાં આવેલ હતા. જે અંગે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિકારીઓને કરાઈમ કોન્ફરન્સ દરમિયાન એસપી કચેરી ખાતે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને આજરોજ સન્માન પત્ર એનાયત કરવામા આવેલ હતા. જૂનાગઢ એસપી કચેરી ખાતે યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રોબેશ્નર આઇપીએસ વિશાખા ડબરાલ, ડીવાયએસપી જે.બી.ગઢવી, જે.ડી.પુરોહિત, સહિતના અધિકારીઓની હાજરીમાં સારી કામગીરી કરનાર પોલીસ અધીકરીઓ (૧) જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, (૨) બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, (૩) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એચ.આઈ.ભાટી, (૪) મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.વરિયા, (૫) ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ ડી.જી. બડવા, (૬) એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઇ વી.કે. ઉંજીયા, (૭) એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી, (૮) માળીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.વી. રાઠોડ તથા (૯) માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વિંઝુડાને સન્માન પત્ર એનાયત કરી, નવાજવામાં આવેલ હતા.

(1:25 pm IST)