Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

બાબરા તાલુકા કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું

સાવરકુંડલાઃ બાબરામાં તાલુકા કોંગ્રેસનું સ્નેહમિલન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતે યોજાયું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા,જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ કરકર, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,બાબુભાઈ કારેટિયા,ધીરુભાઈ વહાણી,સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યો સહિત સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ બાવાલાલા હિરપરા દ્વારા કોંગ્રેસ ને વધુ સંગઠિત બની આગળ આવવાની જરૂર છે અને તે માટે શહેરના અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોને પૂરતા માર્ગદર્શનની જરૂર હોવાનું જણાવી સતાવાર રીતે શહેર અને તાલુકા કોંગ્રેસનું માળખું જાહેર કરવાંની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમજ જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સભ્યો નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત દ્વારા જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તેને પ્રજાસુધી યોગ્ય રીતે પહોચાડવા કાર્યકર્તાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસાએ આગામી દિવસોમાં કોંગ્રેસનું માળખું જાહેત થઈ જશે અને આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના કામે કોંગ્રેસનો કાર્યકર્તા કામે લાગી જાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે કોરોના મહામારી માં સરકાર નિષ્ફળ નીવડી છે ચૂંટણીઓમાં સતત કાર્યક્રમ અને વિજય સરદ્યસ કાઢી ભાજપ દ્વારા સંક્રમણ ફેલાવી આજે રાજયના ચાર જેટલા મહાનગર કરફ્યુ લગાડવા મજબરુ થવું પડ્યું છે. લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં ધારાસભ્ય તરીકે છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા છે લોકોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમજ રોડ રસ્તાઓ મંજૂર કરાવ્યા છે જેને લોકો સુધી પહોંચાડવામાં આગળ આવવું પડશે તેવું અંતમાં જણાવ્યું હતું.(ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:19 pm IST)