Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વઢવાણમાં જુગાર રમતા ૬ ઝડપાયા

 વઢવાણ : પોલીસ સ્ટાફે બાતમીના આધારે નવા દરવાજા બહાર વણકરવાસમાં રહેતાં અનિલભાઈ પ્રેમદાસભાઈ ચૌહાણના કબ્જા ભોગવટના મકાનમાં બહારથી માણસો બોલાવી હાર-જીતનો જુગાર રમાડતા હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી. જેમાં ૬ શખ્સો અનીલભાઈ પ્રેમદાસભાઈ ચૌહાણ, દયારામભાઈ નાથાલાલ જોષી, પ્રવિણભાઈ ટોકરભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ મધાભાઈ મકવાણા, હસમુખભાઈ તેજાભાઈ પરમાર અને ગણપતભાઈ નાગરભાઈ પરમાર તમામ રહે.નવા દરવાજા બહાર, વણકરવાસવાળાને રૂ.૧૬,૬૦૦ તથા મોબાઈલ નંગ-૭ કિંમત રૂ.૧૩,૫૦૦ સહિત કુલ રૂ.૩૦,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી. જયારે આ રેઈડ જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા તથા ડીવાયએસપી એચ.પી.દોશીની સુચનાથી વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિત સ્ટાફના દેવીસંગભાઈ, રવિન્દ્રસિંહ, પ્રદયુમનસિંહ, બળવંતસિંહજ, જયદિપભાઈ, વિજયભાઈ, ધિરેશભાઈ, રાજદિપસિંહ, વિપુલભાઈ સહિતનાઓએ પાડી હતી અને સફળ કામગીરી કરી હતી.

(11:47 am IST)