Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વાંકાનેરમાં રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ

 વાંકાનેરઃ શ્રી રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ જયંતીના પાવન પર્વે વાંકાનેરના મેઈન માર્કેટ ચોકમાં સમસ્ત વાંકાનેરની પ્રજાજનોને ગુંદી, ગાંઠીયાનો મહાપ્રસાદ વિતરણ સવારથી કરવામાં આવેલ છે. જેમા પૂજ્ય બાપાની મૂર્તિનું પૂજન અર્ચન સવારના સહુ રઘુવંશીઓએ કરેલ તેમજ જય જય જલારામના નાદથી પ્રસાદ વિતરણ કરતા રઘુવંશી અગ્રણી જીતુભાઈ સોમાણી, તેમજ લોહાણા મહાજનના પ્રમુખશ્રી તેમજ જ્ઞાતિના સર્વે ભાઈઓ પ્રસાદ નજરે પડે છે.

(10:31 am IST)
  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST

  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST