Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મોરબી સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી મેડિકલ ઓફિસર- નર્સ- દર્દીના મોબાઇલની ચોરી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪:  સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી મેડીકલ ઓફિસરનો મોબાઈલ ચોરી થયો હોય તેમજ દર્દી અને નર્સના મોબાઈલ ચોરીના બનાવોની ફરિયાદો ઉઠવા પામી છે જે અંગે જીલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરાઈ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને કૌસલ મહેતા દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં મેડીકલ ઓફિસર ડો. અશ્વિનકુમાર ટાંકનો ૧૮ હજારની કિમતનો મોબાઈલ ગત તા. ૨૬-૧૦ ના રોજ સાંજે ૮ વાગ્યા સુધી ચાર્જમાં હતો પછી મોબાઈલ ગાયબ થયો છે જે બનાવ અંગે સામાન્ય તપાસ કરેલ પરંતુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા નથી અવારનવાર મોબાઈલ ચોરી અને દર્દી તેમજ નર્સના પાકીટ, દાગીના ચોરીના બનાવો બની રહ્યા છે છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી રાત્રીના સમયમાં હોસ્પિટલમાં આવારા તત્વો અડ્ડો જમાવી બેસે છે જે અંગે અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સિકયુરીટી હોવા છતાં મોબાઈલ, પર્સ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે હોસ્પિટલ સુપ્રીન્ટેનડેન્ટ દ્વારા કેમ કાર્યવાહી કરાતી નથી કોરોના વોર્ડમાંથી મોબાઈલ ગાયબ થયાના બનાવની તપાસ કરવામાં આવે તે જરૂરી છે હોસ્પિટલ માં કોઈ સુરક્ષા કે સલામતી નથી જેથી મોબાઈલ ચોરીના બનાવને ગંભીરતાથી લઈને યોગ્ય પગલા ભરવા માંગ કરી છે.

(10:05 am IST)