Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ધારીમાં ડ્રાઇવર વગર અચાનક કાર ચાલવા લાગી : વૃદ્ધને હડફેટે લેતા મોત

અમરેલી, તા. ર૪ : ધારીમાં રહેતા ઉમરભાઇ આમદભાઇ સંઘાર (ઉ.વ.પ૬) નામના વૃદ્ધ વહેલી સવારના વોર્કીંગ (ચાલવા) નિકળેલ ત્યારે રસ્તામાં ઇલીયાસભાઇએ પાર્ક કરેલી મોટરકાર (જીપ) અચાનક વગર ડ્રાઇવરે ચાલવા માંડતા પાછળથી ઠોકર લાગતા ઉમરભાઇને ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાતા ત્યાં તેનું મોત નિપજયું હતું.

આ બનાવ અંગેની વધુ તપાસ ધારી પોલીસ ચલાવી રહી છે.

સાવરકુંડલાના ગોરકડામાં ઝેરી દવાથી યુવતીનો આપઘાત

સાવરકુંડલાના ગોરકડાની સીમમાં સીમાબાઇ મકા પીતા હરીયા રે. બોરકુંડ ખડેલી (ઉ.વ.ર૬) નામની યુવતી કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા વધુ સારવાર માટે ભાવનગર બાદ વતન જતી રહેતા ત્યાં તેનું મોત નિપજયાનું સાવરકુંડલા તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલામાં તસ્કરો ત્રાટકયા : એક લાખની ઉઠાંતરી

સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ એ-૪માં રહેતા શરદગીરી વિનોદગીરી ગોસાઇના મકાનમાં કોઇ તસ્કરો ત્રાટકી સોનાની વીટી ૮, કિ.રૂ. ૧૮૦૦૦ તથા રોકડ રૂપિયા ૮૦,૦૦૦ મળી કુલ કિ. ૯૮૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સાવરકુંડલા પોલીસમાં થવા પામી હતી.

(1:42 pm IST)