Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ સામૂહિક આત્મવિલોપનની આપી ચિમકી

સુરેન્દ્રનગર, તા.૨૪: ધ્રાંગધ્રાના ફલ્કુ ડેમમાં ૨૪ કલાકમાં પાણી છોડવામાં નહી આવે તો ખેડૂતો ડેમ પાસેની કેનાલમાં સામૂહિક આત્મવિલોપન કરશે. ગુજરાતભરમાં અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો વિવિધ માંગો સાથે સરકારને દ્યેરી રહી છે. ત્યારે ધાંગધ્રા વિસ્તારની લગભગ ૭૫૦૦ વિધા જમીનના ખરીફ પાકને બચાવવા ફલકુ ડેમમાં નર્મદા કેનાલમાંથી પાણી ભરી આપવા બાબતે ધાંગધ્રા ખેડુત સહકારી મંડળી દ્રારા સરકાર  કક્ષાએ ત્રણ વાર રજૂઆત કરી છે.

ઉનાળુ પાક તો ફેલ ગયો છે, પરંતુ રવિ પાક માટે જો પાણી છોડવામાં નહી આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે ફલ્કુ ડેમ આસપાસ ૭૫૦૦ વિધામા વાવેતર કરવામાં આવે છે. જેમાં સહકારી મંડળીના પ્રમુખ કુબેરભાઈએ જણાવ્યું હતું કે,  ફલ્કૂ ડેમમા પાણી છોડવામાં આવતું નથી.

આગામી ૨૪ કલાકમાં પાણી છોડવામાં નહી આવે તો તમામ ખેડૂતો ફલ્કુ ડેમ પાસેની કેનાલ પર પહોંચી આત્મવિલોપન કરશે. આ ઉપરાંત ખેડૂતોએ પાણી પૈસા ચૂકવીને લેતા હોવાનું તેમજ અન્ય લોકોની જેમ મશીન મૂકીને કેનાલમાંથી ચોરી ન કરી કાયદેસર રકમ આશરે ૫,૦૦,૦૦૦ લાખ જેટલી મોટી રકમ સરકારમાં સિચાઈ વિભાગમાં ચૂકવીને લેતા હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.

તેમજ ધ્રાંગધ્રા, રાજપર, સોલડી ગામના લોકોને સિંચાઈનું પાણી અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. હાલ માત્ર સિંચાઈ માટે ફલ્કૂ ડેમ પર આધારિત છે. ધ્રાંગધ્રામાં તળાવ પણ ખાલી હાલતમાં છે. ત્યારે આ ડેમ ભરવા માટે એક પણ વધારાનો ખર્ચ નથી તેમજ મોરબી,માળીયા,કચ્છ સુધી પાણી પહોંચે છે. પરંતુ સ્થાનિક ડેમ ભરવામા આવતો નથી ત્યારે સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ અનેક વાર રજૂઆત કરી પણ ઉપરી અધિકારીઓ દ્રારા ડેમ ભરવાનો હુકમ કરવામાં આવતો નથી. ને ખેડૂતોને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી.

(1:12 pm IST)