Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ઉના પોલીસે ૩ સ્થળે પ શખ્સોને દારૂની ૧૯૪ બોટલ તથા ૬ બીયર ટીન સાથે પકડી પાડયા

ઉના તા.૨૪ પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૯૪ બોટલ તથા બીયરના ટીન ૬ સાથે પ આરોપીને પકડી પાડયા હતાં.

પોલીસ કર્મચારી એચ.આર. ઝાલા તથા સ્ટાફે ઉના કેસરીયા રોડ ઉપર નાથળ ગામ પાસે ડબલ સવારીવાળુ મોટર સાયકલ નંબર જી.જે.૧૧ એ.૧-૧૩૩૧ને રોકાવી પ્રમોદગીરી દેવગીરી ગોસ્વામી, વસંત વિનોદભાઇ રે. હુડકો સોસાયટી વિદ્યાનગર સામે દેલવાડા રોડ વાળા પાસેથી પરપ્રાંતની  ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૯૬ તથા મોટરસાયકલ મળી રૂ. ૨૪ હજાર ૮૦૦ના મુદ્દામાલ સાથે પકડીપાડેલ હતાં.

બીજા બનાવમાં પોલીસ કર્મચારી યુવરાજસિંહ વી. ગોહિલ એહમદપુર માંડવી ચેકપોસ્ટ પાસેથી લાલાભાઇ બટુકભાઇ, ધનસુખ બાંભણીયા રે. ધાંધલીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ રૂ. ૪૮૦૦/- સાથે પકડી પાડેલ હતો.

ત્રીજા બનાવમાં પોલીસ કર્મચારી દર્શનભાઇ ભાણાભાઇએ એહમદપુર માંડવી ચેકપોસ્ટ પાસે નરેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ સરવેૈયા રે. સેરાવદર તા. તળાજાવાળા પાસેથી બીયરનાં ટીન-૬ તથા વ્હીસ્કીની બોટલ નંગ-ર રૂ. ૧૨૦૦/- કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:39 am IST)