Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ઓખા-બેટ તથા દ્વારકા ગુરૂદ્વાર મંદિરે પપ૦મી ગુરૂનાનક જયંતિ ઉત્‍સાહભેર ઉજવાઇ

ભાઇ મોહકમચંદ ભાવસારની યાદીમાં બનેલુ બેટ દ્વારકાનું ગુરૂદ્વારા ઇતિહાસની ઝાંખી કરાવતું ધર્મસ્‍થાન

 ઓખા, તા. ર૪ : દેશના પヘમિ કિનારે આવેલ ઓખા બેટ શંખોદ્વાર વિશાળ ટાપુ પર દ્વારકાધીશજીના મંદિરથી થોડે દૂર શીખ લોકો દ્વારા પ્‍યારા ભાઇ મોહકમસિંહજીના જન્‍મસ્‍થાને ૧૯૯૯માં સુન્‍દર ગુરૂદ્વારા મંદિર બાંધવામાં આવ્‍યું હતું. આજે અહીં રમણીય તથા ભવ્‍ય કલાત્‍મક ગુરૂદ્વારા એક મોટા સંકુલમાં નિર્માણ પામ્‍યું છે અને ગુરૂદ્વારના નિયમ મુજબ ચોવીસ કલાક એક પણ રૂપિયો લીધા વગર ચા, પાણી, જમવાની રહેવાની વ્‍યવસ્‍થા કરે છે.

આ ગુરૂદ્વારામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગુરૂનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને અહીં શીખ લોકો સાથે સંધી લોકો પણ આજે દર્શનાર્થે આવ્‍યા હતા. બેટ ગામની આશરે ૧૬ હજાર લોકોની વસ્‍તી છે જે મોટા ભાગે મુસ્‍લિમો અને હિન્‍દુઓ રહે છે. જેમાં લગભગ કોઇ શીખ વસ્‍તી નથી તેમ છતાં અહીં દ્વારકા અને ગુરૂદ્વારા ખાતે બે શીખ કુટુંબો રહે છે એ આ ગુરૂદ્વારની સેવા હાથ ધરી છે. અહીં આવતા યાત્રીકો આ સુંદર ગુરૂદ્વારાની અચૂક મુલાકાત લે છે. આજ રોજ ઓખા સંધી સમાજ દ્વારા જુલેલાલ મંદિરે પણ ગુરૂનાનક જેન્‍તીની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

(11:18 am IST)