Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં : સલાયા પંથકમાં વરસાદે ખેતરોને ભરી મુક્યા

વારંવાર આ જ રીતે વાતાવરણ પલટતું રહેશે તો ખેતરના ઉભા પાકની શી વલે થશે ? જગતના તાતને મૂંઝવણ

રાજકોટ : આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના દ્વારકામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કરી મુક્યા છે.સલાયા પંથકમાં 20 થી 25 મીનીટના વરસાદે ખેતરોને ભરી મુક્યા હતા.શિયાળાની શરૂઆતમાં જ આ સ્થિતિ રહી તો,આખો શિયાળો કેવી રીતે નીકળશે તેની ચિંતામાં ખેડૂતો મુકાય ગયા છે.જો વારંવાર આ જ રીતે વાતાવરણ પલટતું રહે,તો ખેતરના ઉભા પાકની શી વલે થશે તેની ચિંતામાં જગતાત પડી ગયો છે

(10:35 pm IST)