Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

મોરબીના સ્ટેશન રોડ પર ' ફટાકડા સ્ટોલ કેમ રાખ્યો ? કહીને ચાર શખ્સોએ માર માર્યો

હવે પછી દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ રાખીશ તો જાનથી મારી નાખશું કહીને ધમકી આપી હોવાની ફરિયાદ

મોરબીના સ્ટેશન રોડ પર યુવાને ફટાકડા સ્ટોલ રાખેલ હોય જે બાબતે ચાર શખ્સોએ ફટાકડા સ્ટોલ કેમ રાખેલ છે કહીને માર મારી ઈજા પહોંચાડતા યુવાને બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબીના રેલ્વે કોલોનીમાં રહેતા દીપ પંડ્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની સ્ટેશન રોડ પર ભૂદેવ પાન નામે દુકાન હોય જ્યાં દિવાળીના તહેવાર નિમિતે ફટાકડા સ્ટોલ ગોઠવેલ હોય જ્યાં સવારે દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા રહે અંબિકા રોડ વાળા આવીને શું કામ ફટાકડાના સ્ટોલ ગોઠવેલ છે કહીને ગાળો બોલતા યુવાન દીપ પંડ્યા ડરીને તેના કાકા પાસે જતો રહ્યો હતો

ત્યારે દેવીસિંહ અને અનોપસિંહ જોરૂભા જાડેજા રહે અંબિકા રોડ મોરબી તેમજ પ્રવીણસિંહ અને તેનો દીકરો રહે બંને ખાખરાળા વાળા આવીને માર મારી કાકા છોડાવવા વચ્ચે પડતા ઝપાઝપીમાં કાકાને પણ ઈજા પહોંચી હતી તેમજ આજે તો બચી ગયો છો હવે પછી દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ રાખીશ તો જાનથી મારી નાખશું કહીને ધમકી આપી જતા રહ્યા હતા જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

(5:10 pm IST)