Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

હળવદમાં પૈસાની ઉઘરાણીમાં ઇલ્યાસ સહિત સાગરીતોનો વેપારી ઉપર તલવાર-છરીથી હુમલો

મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,હળવદ ઈન્ચાર્જ પીઆઈ એ એ જાડેજા, માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

મોરબી :જીલ્લાના હળવદમા વેપારીએ બેટરીના બાકી પૈસાની ઉઘરાણી કરતા ચાર વ્યક્તિઓએ વેપારી ઉપર તલવાર, છરી જેવા ઘાતકી હથીયાર વડે હુમલો કાર્યનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા મોરબી પોલીસ કાફલો હળવદ ખાતે દોડી જઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો

હળવદના કણબીપરામા રહેતા ધવલભાઇ પ્રવીણભાઇ વાધોડીયા આરોપી ઇલ્યાસ પાસે બેટરીના પૈસા માંગતા હતા જે પૈસાની વેપારીએ ઉઘરાણી કરતા માથાકૂટ થઈ હતી.

જેમાં આરોપી ઇલ્યાસે વેપારી ધવલભાઈને ગાળો આપી હતી ત્યારબાદ આરોપી ઇલ્યાસભાઇ યાકુબભાઇ જંગરીએ અન્ય આરોપી કથાજ યાકુબભાઇ જંગરી તથા રજાક હમબાદ જંગરી તેમજ મકબુલ રજાકભાઇ જંગરી રહે. બધા હળવદ જી.મોરબીવાળાઓને ફોન કરતા આ આરોપીઓ દુકાને તલવારો સાથે પહોચી ગયા હતા.

જ્યાં વેપારી પર તલવાર છરી વડે તૂટી પડયા હતાં. વધુમાં વેપરીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જો કે આ બનાવમાં વેપારીનો બચાવ થયો હતો. જે અંગે પોલીસ મથકે જંગરી સમાજના ચાર આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,હળવદ ઈન્ચાર્જ પીઆઈ એ એ જાડેજા, માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ પૈકીના ત્રણ આરોપીઓ હળવદ પોલીસના હાથવેતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(9:31 pm IST)