Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ધારીના ઉદ્યોગપતિને ધમકી આપનારા બે શખ્સોની આગોતરા જામીન અરજી કોર્ટએ નામંજૂર કરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૪ : ધારીમાં જાણીતા ઉદ્યોગપતિ અને આગેવાન શ્રી સંજયભાઇ ધાણકને તેમના જ મકાનમાં જતા રોકી અને ધમકી આપનારા ધારીના બે અસામાજિક તત્વો સામે થયેલી પોલીસ ફરીયાદ અને એસપીશ્રી નિર્લિપ્તરાય દ્વારા લેવાયેલા આકરા પગલાનો પરિણામે ફરાર થઇ ગયેલા બંને શખ્સોએ આગોતરા જામીન મેળવવા માટે ધારીની સેકન્ડ એડીશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, ધારીના એસ.ટી. ડેપો પાસે આવેલા સરદાર રેસીડેન્સીમાં સંજયભાઇ ધાણકનું મકાન હોય ત્યાં જઇ રહયા હતા. ત્યારે ધારીના લેખન કમા મેર અને રા કમા મેર અને તેમની પત્નીઓએ લાકડીઓ લઇ સંજયભાઇને ધમકી આપતા ચારેય સામે પોલીસ ફરીયાદ દાખલ થઇ હતી. બીજી તરફ એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા સરકારી અને કોઇની જમીનો લુખ્ખા તતવોએ બળજબરીથી દબાવી હોય તો તેની સામે શરૃ કરવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૃપે ધારીથી જ આ ઝુંબેશના શ્રી ગણેશ થયા હતા અને આ બંને શખ્સોએ કરેલા રેસીડેન્સીના પાંચ મકાનોના દબાણ હટાવી મુળ માલીકને કબજો સોંપાયો હતો અને એ ઉપરાંત સરકારી જગ્યામાં પણ કરાયેલા દબાણને હટાવાયુ હતુ. આ બંને શખ્સો પોલીસની કાર્યવાહીથી ડરી અને ફરાર થઇ ગયા હતા આ બંને આ ધારીના સેકન્ડ એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ શ્રી પટેલની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ ધારીના પીએસઆઇ શ્રી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ શ્રી એ.ટી.ચૌધરીએ કોર્ટમાં આરોપીઓ સામે સોગંદનામુ રજુ કરી તેમની કુંડળી રજુ કરી હતી.

લખમણ સામે મારામારી, દારૃબંધી, ધમકી જેવા ૧૬ કેસ અને તેના ભાઇ રામ મેર સામે ૧૩ કેસ હોય તે જામીન ઉપર છુટે તો સમાજ માટે જોખમ હોવાનું જણાવી અને અગાઉના કેસમાં તેમણે મેળવેલા રેગ્યુલર જામીન પણ રદ કરવા માંગણ કરી હતી અને સરકારી વકીલશ્રી વિકાસ વડેરાએ આરોપીની જામીન અરજી રદ કરવા માટે ધારદાર દલીલ કરી હતી કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

સટ્ટો રમતા બે ઝડપાયા

અમરેલી ચકકરગઢ રોડ પટેલ સંકુલ સામે ઓમ પાનના ગલ્લાની બાજુમાં જાહેરમાં મોબાઇલ ઉપર ઓનલાઇન મેચ જોઇ પોતાના આર્થિક ફાયદા સારૃ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા ત્રણ શખ્સો ભાવિકભાઇ અરવિંદભાઇ વાઘેલા, કુત્બુદીનભાઇ દિલાવરભાઇ વણાંક, અલ્તાફભાઇ અબ્દુલભાઇ કશીરી રહે. ત્રણેય અમરેલીને રોકડા રૃા.૧ર,ર૬૦ મળી કુલ ૪૭,ર૬૦ના મુદામાલ સાથે તેમજ અમરેલી રામજી મંદિર સામે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇડી વડે પોતાના આર્થિક ફાયદા સારૃ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા બે ઇસમોને રોકડા રૃા.ર૧,૧પ૦ મળી કુલ રૃા.ર૭,૧પ૦ના મુદામાલ સાથે અમરેલી સીટી પોીસે પકડી પાડેલ છે. આ કામગીરી સીટી પીઆઇ જે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.આર.શર્મા, વી.વી. પંડાય, હેડ કોન્સે. બી.એમ.વાળા તથા બી.ડી.વાળાએ કરી હતી.

(12:47 pm IST)