Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મોરબીના રંગપર ગામે ડમ્પરે બાઈકને હડફેટે લેતા બેના મોત

મોરબી,તા. ૨૪: મોરબીના રંગપર ગામ નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા હોટલ સંચાલકના માલિકના પુત્ર અને તેના રસોયાનું ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહાદેવ હોટલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની વનારામ સતારામ ચાડાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર જીજે ૩૬ ટી ૬૦૩૮ વાળાએ પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવી ફરિયાદી વનારામ ચાડાના પુત્ર વિપુલના મોટર સાઈકલ જીજે ૦૧ ડીકે ૬૮૯૧ ને પાછળથી હડફેટે લેતા બાઈકમાં સવાર વિપુલ અને રસોયા અર્જુનને ઈજા થતા તેનું ધટના સ્થળે મૃત્યુ નીપજયું હતું તેમજ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ વનારામ ચાડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)