Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

જામનગરમાં મોબાઇલ ફોનમાં મેચ જોતી વખતે બઘડાટી બોલી

જુગાર રમતી ૭ મહિલાઓ ઝડપાઇ ગઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુસ્તાકભાઈ મુસાભાઈ ગંઢાર એ ફરીયાદ નોંધાવી છે કે, રંગમતી નદીના પટ્ટમાં, થોમસ ટાયર નામની દુકાન પાસે રૃસ્તમીયા બાપુએ ફરીયાદી મુસ્તાકભાઈ મોબાઈલમાં મેચ જોતો હોય ત્યારે બોલાચાલી કરી ગાળો કાઢી જતા રહેવાનું કહી ઝપાઝપી કરેલ બાદ થોડીવાર પછી રૃસ્તમીય બાપુ, રફીક એ લાકડી વડે ફરીયાદી મુસ્તાકભાઈને માર મારેલ તથા આરોપી રફીકએ ડાબા પગમાં અને છાતીના ભાગે લાકડી વડે માર મારી ડાબા પગમાં ગોઠણ નીચે ફેકચર કરી આરોપી રૃસ્તમીયા બાપુનો મોટો દિકરો એ ફરીયાદી મુસ્તાકભાઈને ઢીકાપાટુનો માર મારી ગુનો કરેલ છે.

રનફેર નામનો જુગાર રમતો ઝડપાયો : ચાર ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતિભાઈ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે,  વિભાજી સ્કુલની બાજુમાં ભવ્ય સેલ નામની દુકાનના ઓટલા પર બેસી આરોપીઓ શંકર નારણદાસ રામાણી એ પોતાના મોબાઈલમાં મેચના રનફેર હારજીત વિગેરે પર સોદાએ આરોપી ઈકબાલ ઉર્ફે ઈકો અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ગોહીલ આપેલ આઈ.ડી. માં પાડી તેમજ મોબાઈલ ફોન પર આરોપી પટેલ અને ફત સીંધી પાસેથી સોદાઓ લઈ રૃપિયાની હારજીત કરી જુગાર રમી રમતા મળી આવતા  રૂ.ર૧૦૦/– તથા ક્રિકેટના સોદા લખેલ ચીઠ્ઠી તથા મોબાઈલ નંગ–૩, કિંમત રૂ.ર૦૦૦/– મળી કુલ રૂ.૪૧૦૦/–ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન આરોપી શંકર નારણદાસ ઝડપાઈ ગયેલ છે. તથા આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકો, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ, પટેલ અને ફત સીંધી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવી ગુનો કરેલ છે.

મધુરમ સોસાયટીમાં જુગાર પાંચ ઝડપાયા

સીટી બી ડિવીઝન.પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રમેશભાઈ નાથાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે,  વિનાયક પાર્ક, મધુરમ સોસાયટી શેરી નં.૪, જામનગરમાં આરોપીઓ નરેશભાઈ સુમનભાઈ વાણીયા, રામભાઈ ઉર્ફે રાજુ રાજાભાઈ સોલંકી, સરલાબેન ઉર્ફે સોનું નરેશભાઈ વાણીયા, મયુરીબેન રમેશભાઈ જોઈશર, નીતાબા કશનજીભાઈ ઉર્ફે કિશોરસિંહ સોઢા, રૃ.પ,પપ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બે મોબાઈલ ફોન ચોરાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ દેવલાભાઈ કટારા એ ફરીયાદન નોંધાવી છે કે, પીપરી ગામે વલ્લભભાઈ પટેલની વાડીએ ફરીયાદી દિનેશભાઈનો સેમસંગ જે–ર મોબાઈલ ફોન જેની કિંમત રૂ.પ૦૦/ તથા ફરીયાદી દિનેશભાઈના મીત્રનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/ ના ફોન અજાણ્યો ચોર ઈસમે વાડીએ  ચોરી કરી ગુનો કરેલ છે.

મોહનનગર આવાસમાં જુગાર સાત ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જાવેદભાઈ કાસમભાઈ વજગોળ એ ફરીયાદ નોંધાવી છે કે, મોહનનગર, આવાસ, બ્લોક નં.૧૮, રૃમ નં.૪૦પ સામે લોબીમાં જાહેરમાં આરોપી મીલન શાંતીલાલ મહેતા, સાગર હિતેશભાઈ મહેતા, જયેશ હરીલાલ શાહ, સોનીયાબેન મીલન મહેતા, આશાબેન ધીરજલાલ કોના, મજુબેન પરેશભાઈ ફોફરીયા, મનીષાબેન હરેશભાઈ મહેતા, જુગાર રમી રમતા રોકડા રૃા.ર૯૬૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:39 pm IST)
  • પાંચ ટીવી ચેનલોને જાહેર માફી પ્રસારીત કરવા NBSA દ્વારા આદેશ: સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ કરવા સમયે પત્રકારિત્વના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે આજતક, ઝીન્યૂઝ, ઇન્ડિયાટીવી અને અને ન્યૂઝ ૨૪ ને માફી પ્રસારિત કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાનડર્ડ ઓથોરિટી (એનબીએસએ) એ આદેશ આપ્યા access_time 1:04 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST