Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગોંડલના જામવાડી પાસે મજૂર ભરેલી ખાનગી બસ વોંકળામાં પડી

ગોંડલઃ વિરપુર હાઇ-વે પર જામવાળી ગામ પાસે એક કાર આજે સવારે પલટી ખાતા બેને ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્તને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેતપુર હાઇવે પર અકસ્માત સર્જાયેલ હતો જેમાં જામવાડી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસ વોકરામાં ઉતરી ગઇ હતી. મજૂર ભરેલી ખાનગી બસમાંથી ગ્રામજનો દ્વારા મજૂરોને બસમાંથી બહાર કઢાયા હતા ત્યારે ગોંડલ તાલુકા પોલીસ  ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથે ધરી છે.(તસ્વીર,અહેવાલઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

(12:37 pm IST)