Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પોરબંદરના રાતીયામાં જુગાર રમતા ૪ મહિલા સહિત ૧૦ વ્યકિતઓ ૮૨ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૨૪ : તાલુકાના રાતીયા ગામે તીનપતી જુગાર રમતા ૪ મહિલા સહિત ૧૦ વ્યકિતઓને ૮૨,૪૦૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની નાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે એલસીબી પી.આઇ એમ.એન.દવે તથા પીએસઆઇ એન.એમ.ગઢવી નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડમા હતા તે દરમ્યાન હેડ કોન્સ.  રવિભાઇ ચાઉ તથા કોન્સ. વિજયભાઇ જોષી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, પોરબંદર રાતીયાનેશ પ્રાથમિક શાળા પાસે રહેતા આરોપી કુંભાભાઇ વિરાભાઇ કરમટા (ઉ.વ.૪૦) કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે  રેઇડ કરતા કુલ ૧૦ આરોપીઓ જુગાર રમતા કુંભાભાઇ વિરાભાઇ કરમટા, નાથા અજાભાઇ મોરી, પુંજાભાઇ ટાભાભાઇ મોરી, રામા દુદાભાઇ મોરી રહે ચારેય રાતીયાનેસ, રામભાઇ બાબુભાઇ ઓડેદરા રહે. કુતિયાણા, અફઝલ ઉર્ફે રાજુ ઉસમાનભાઇ લાકડીયા રહે. ભાવનગર, જાગૃતિબેન  મહેશ જોષી રહે. છાયા પોરબંદર, ભારતીબેન ઉર્ફે ભર્મીબેન તુષાર હરજીભાઇ પરમાર રહે. બોખીરા ,  ભેનીબેન વાલજીભાઇ જોષી  પોરબંદર, તરૂણાબેન જીતેંદ્રગીરી ભગતગીરી ગોસ્વામી રહે. સત્યનારાયણ મંદિર સામે પોરબંદરવાળાને પકડી પાડેલ છે

આ જુગાર દરોડામાં ગંજીપતાના પાના તથા રોકડા રૂ.૮૨,૪૦૦/- તથા મો. ફોન-૯, કિ.રૂ.૧૩,૦૦૦/- તથા તાડપતરી  તથા મારૂતિ સુઝુકી કંપનીની એ-સ્ટાર ઇકો કાર-૧, કિ.રૂ.૨ લાખ તથા હોન્ડા કંપનીનુ સાઇન મો.સા.-૧ કિ.રૂ.૨૫૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૦,૪૦૦/-ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડેલ આ  કામગીરી કરનાર  એલસીબી પી.આઇે. એમ.એન.દવે, પીએસઆઇ એન.એમ.ગઢવી, એઅસઆઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ. રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, લાખીબેન મોકરીયા, કોન્સ. દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(11:41 am IST)
  • મુંબઇથી હનીમૂન માટે કતાર ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા :૧૦ વર્ષની થઇ જેલઃ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે access_time 11:25 am IST

  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST

  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST