Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સાવરકુંડલામાં નરાધમ શખ્સનું અધમ કૃત્યઃ ગાયને કુહાડી ઝીંકી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૪: શુક્રવારે સાંજનાં ચારેક વાગ્યાનાં અરસામાં શહેરથી મહુવા રોડ ઉપર ચાર કી.મી. દુર રેલ્વે ફાટક પાસે એક નધીયાતી ગાય પાછળનાં ભાગે ખૂપેલી કુહાડી સાથે સખત પીડાતી આમ તેમ ઘૂમરી ખાઇ રહી હતી ત્યારે ત્યાંથી બારૂડા ગામનાં ડોકટર કાનાણી પસાર થતા તેણે ઇજાગ્રસ્ત ગાયની સાવરકુંડલાનાં સેવાભાવી યુવાન મેહુલભાઇ વ્યાસને જાણ કરતાં મેહુલભાઇએ આલુભાઇ મોરી, ભાભલુભાઇ દરબાર વગેરેનો સાથેઢ મળી સ્થળ પર જતા ગાય રોડ સાઇડમાં આવેલ ડુંગરાળ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેમણે તુરત સાવરકુંડલા ગૌશાળાનાં રાજુભાઇ બોરીસાગર, કેતનભાઇ બગડાને જાણ કરતા ગૌશાળાની પીકઅપ વાનમાં ઇજાગ્રસ્ત ગાયને ગૌશાળા ખાતે લાવી સારવાર ચાલુ કરાવી છે. સેવાભાવી યુવાનોને ડુંગરાળ વિસ્તારમાંથી ગાયની પૂંઠમાંથી ખૂંપીને બહાર નીકળી ગયેલી કૂહાડી પણ મળી આવતા કુહાડી કબ્જે લઇ સીટી પોલીસમાં સોંપી આપેલ છે. અને આ ધ્રુણાસ્પદ બનાવમાં સંડોવાયેલ નરાધમ શખ્સને પકડી નસીયત પહોંચાડવા ગૌસેવકોએ રજુઆત કરી છે.

(11:41 am IST)
  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST