Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભાવનગરમાં પાણીના ટેન્કરે બાઇકને હડફેટ લેતા મકવાણા દંપતીનું મોત

ભાવનગર તા.ર૪ : ભાવનગર શહેરમાં પાણીના ટેંકરે બાઇકને હડફેટે લેતા બાઇક પર જઇ રહેલ પતિ-પત્નીના ગંભીર ઇજા થતા મોત નિપજયા હતા.

અકસ્માતની મળતી વિગતો મુજબ શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા મંગાભાઇ રવજીભાઇ મકવાણા ઉ.૬૦ અને તેમના પત્ની મોટર સાઇકલ નં.જીજે.૪ સીજે ૦૭૩૪ લઇ શહેરના માર્કેટીંગ યાર્ડ નજીક આમલોલ જકાતનાકા પાસે મ્યુ.ઓફીસ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલ પાણી ભરેલ ટેંકર નં. જી.જે.૧૮ એકસ ૯૩૯૪ ના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલ મંગાભાઇને ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું જયારે મંગાભાઇના પત્ની ચંપાબેન મંગાભાઇ મકવાણા ઉ.પપ ને ગંભીર ઇજા થતા તેન ે૧૦૮ ઇમરજન્સીમાં હોસ્પીટલે લઇ જવાતા હતા ત્યારે તેમનું પણ રસ્તામાં મોત નિપજયું હતું.

અકસ્માતની જાણ થતા ડી ડીવીઝન પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી ટેંકર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)