Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

માળિયા હાટીના : ખેતરોમાં હજુ પાણી

માળિયા હાટીના : અનેક ગામડામાં બે દિવસ પહેલા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમરાપુર વીરડી ગળીદર,સરકડા, વડીયા, ઇટાલી સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. તાલુકાના વડીયા ગીર ગામનાં ખેતરની વડીયાની આજુબાજુ હજુ પણ ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે. આ અંગે જે કે કાગડા ડીે.કે. સિસોદિયાએ યોગ્ય કરવાની માંગણી કરી છે. ખેતરોમાં ભરેલા પાણીની તસ્વીર. (તસ્વીરઃ મહેશ કાનાબાર, માળિયા હાટીના)

(11:36 am IST)
  • '૫૦' વટાવી ચુકેલ પોલીસોની દાંડાઇ હવે યોગી સરકાર ચલાવી નહિ લ્યે : ૫૦ વર્ષથી મોટા ઉમરના અને કામ નહિ કરતા પોલીસ કર્મીઓનું લીસ્ટ યોગી સરકાર તૈયાર કરાવી રહી છે. આ બધાને વહેલા સેવા નિવૃત કરી દેવાશે રાજયના તમામ પોલીસ વડાને લીસ્ટ તૈયાર કરવા યોગી આદિત્યનાથે ફરી આદેશ આપ્યો access_time 3:04 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST