Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મોરબીમાં કોરોના વાયરસ અંગે લોકજાગૃતિ

મોરબીઃ  ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઈને લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં જાહેર સ્થળો પર ૧૩૦ માહિતી બેનર લગાવી લોક જાગૃતિ કેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.લોક જાગૃતિ અભિયાનમાં મોરબી જીલ્લાનાં જાહેર સ્થળ પર કોરોના વાયરસ સામે લોક જાગૃતિ અંગેની ૧૩૦ માહિતી બેનર હેઠળ આવરી લેવામાં આવી છે. કોરોના વાયરસ મહામારીનાં પોસ્ટર પ્રદર્શન નવા એસ.ટી બસ સ્ટેન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે લોકોને કોરોના વાયરસ સામે લોક જાગૃતિ અંગેનો સંદેશો આપવામાં આવ્યો.નવા એસ.ટી.બસ સ્ટેન્ડનાં અધિકારી નરેન્દ્રસિંહ અને તેમનાં સાથી કર્મચારી તેમજ જૂનાં એસ. ટી. બસ સ્ટેન્ડનાં અધિકારી બિપીનભાઈ આદ્રોજા તથા અમુભાઈ ધ્રાંગ્રાએ કોરોના વાયરસ લોકજાગૃતિ અભિયાનમાં પૂરો સહકાર આપ્યો હતો લોક જાગૃતિ અભિયાનનું આયોજન એલ એમ ભટ્ટ, દીપેન ભટ્ટ અને અજય પાટડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:27 am IST)