Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

પોરબંદર વી.જે.મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલમાં પોલીસ શહિદ દિવસની ઉજવણી

પોરબંદર : જાન્યુઆરી ૧૯૬૦માં ૨૧ ઓકટો.ને સતાવાર રીતે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. આ સ્મૃતિ દિવસની સ્થાપના લદાખમાં માર્યા ગયેલા પોલીસ કર્મચારીઓ અને ફરજની લાઇનમાં માર્યા ગયેલા તમામ પોલીસ કર્મચારીઓની યાદમાં સ્થાપિત કરવામાં આવી હતી. લદાખમાં સ્મારક બનાવવાનુ પણ નકકી કરાયુ હતુ. ૨૦૧૨થી પોલીસ સ્મૃતિ દિવસ દેશભરમાં ઉજવવામાં આવે છે. મુખ્ય પરેડ અને પુષ્પાંજલી સમારોહ નવી દિલ્હીના ચાણકયપુરીમાં પોલીસ સ્મારક ખાતે યોજાયો છે. તમામ ભારતીય પોલીસ એકમો સમાજની સેવા અને રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનુ બલિદાન આપનારા શહિદોની શ્રધ્ધાંજલી આપવા માટે સ્મરણા પરેડ યોજે છે. વી.જે.મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કિર્તી મંદિર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શહિદ પોલીસોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી અને શાળાના વિદ્યાર્થીઓએ આ વિષય પર વકતૃત્ય સ્પર્ધા યોજી હતી. જેમાં કિર્તી મંદિર પો. સ્ટેશનના પીએસઆઇ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ તથા બંને શાળાઓના પ્રિન્સીપાલ અલ્પાબેન સાદીયા તથા ઇસ્માઇલ મુલતાની અને સમગ્ર શાળા સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. કાર્યક્રમમાં શહિદોને અંજલી અર્પવામાં આવી તે તસ્વીર.

(11:59 am IST)