Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડા પવનના સૂસવાટા

લાઠી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી જુવાર, બાજરીના પાકને માવઠાથી નુકશાન

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનાં માહોલ સાથે પવનનું જોર વધ્યુ છે અને ઠંડા પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

ધીમે-ધીમે શિયાળાનું આગમન થઇ રહયુ હોય તેવુ વાતાવરણ છવાઇ જાય છે અને મોડી રાત્રીનાં તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાય છે.

જો કે બપોરના સમયે ગરમીની અસર વધુ અનુભવાય છે અને ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે.

દામનગર

 દામનગર :.. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્યમાં   હવામાન વિભાગની આગાહી મુજબ લાઠી પંથકમાં કમોસમી વરસાદ લાઠી તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ચાલ્યા ભુરખીયા રામપરમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવી લીધો મગફળી સહિત જુવાર, બાજરીના ખેતી પાક કાળા મશ બન્યાની ભીતિ અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના રામપર, તાજપુર, ભુરખીયામાં તા. ર૩-૧૦ ના રોજ સમી સાંજે જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં. અનેક ખેડૂતોના સીંગના પાથરા ખેતરમાં પલ્લી ગયા તો ઘણાને શીંગ કાઢવાની બાકી છે. બીજી તરફ અનેકોને હજુ પાક વિમો મળ્યો નથી ત્યાં કમોસમી વરસાદ થી જનજીવન ખોરવાયું છે. જગતના તાત ખેડૂત માટે ચિંતા વધારતો કમોસમી વરસાદ વરસ્યો હતો.

જામનગર

 જામનગર : આજનું હવામાન ૩ર.પ મહત્તમ ર૩ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહી હતી.

(11:45 am IST)