Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ખંભાળીયાના લાલપરડા ગામે બપોર બાદ ભારે પવન અને વરસાદ :મગફળીના પાકને નુકશાન

જામનગરના ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે આજે બપોર બાદ આવેલા ભારે પવન અને વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. તેમાં પણ જામનગર જિલ્લાને અછતગ્રસ્તને જાહેર કરાયો નથી. ત્યારે થોડો ઘણો પાક થયો હતો તેમાં ભારે પવને ખેડૂતોના મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યુ છે.

(11:37 pm IST)