Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

તળાજાના ગોરખી ગામના 3 ફૂટ ઊંચાઈ અને 17 કિગ્રા વજન ધરાવતા ગણેશને ડોક્ટર બનવા સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી

ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામે એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. અહીં રહેતા ગણેશની ઉંમર 17 વર્ષની છે અને તે તબીબી ક્ષેત્રે અભ્યાસ કરવા માંગતો હતો પરંતુ તેની 3 ફૂટ ઊંચાઈ અને 17 કિગ્રા વજનના કારણે સમિતિએ તેના પ્રવેશ પર રોક લગાવી હતી. પરંતુ ગણેશે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા કોર્ટે તેને તબીબી ક્ષેત્રે આગળ વધવા લીલીઝંડી આપી દીધી છે.

(10:00 pm IST)